નવી દિલ્હી,તા.૧૦
ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે હાલ ટીમની બહારથી ટીમને લઇને નકારાત્મક વાતો થઇ રહી છે. જેને લઇને શાસ્ત્રએ જણાવ્યું હતું કે કેટલાક લોકો છે જે માત્ર ટીમની આલોચના જ કરવા માગે છે અને સોશ્યલ મીડિયાના માધ્યમથી તમને પણ કંઇક નવો મસાલો મળતો જ રહે છે, પરંતુ તેનું કઇ મહત્વ નથી. હું ફરી એ વાત કરીશ જે વાત મે સિડની મેચ બાદ યોજેલી પત્રકાર પરિષદમાં કરી હતી કે હું પહેલા જ્યારે ભારતીય ટીમનો ભાગ બન્યો ત્યારે ટેસ્ટ રેંકિંગમાં ટીમ પાંચ નંબરની આસપાસ હતી અને હાલમાં એવી પરિસ્થિતિ છે કે છેલ્લા ત્રણ વર્ષથી ટીમ ટેસ્ટ રેંકિંગમાં પ્રથમ નંબર પર છે, આગળ પણ રહેશે જ. બાકી જે લોકોને ટીમ વિશે નકારાત્મક વાતો કરવી હોય તે કરે, પરંતુ પછીથી એ લોકોને પણ ખબર પડી જશે કે એમ કરવામાં કઇ ફાયદો નથી.
પંતને ઓસ્ટ્રેલિયા સામેની વનડે ટીમમાંથી બહાર કરવા પાછળ ટીમ મેનેજમેન્ટ અને કૉચ પર સવાલ ઉઠ્યા છે. શાસ્ત્રીએ મોટો ખુલાસો કરતાં કહ્યું કે, અમે પંતને મેચ ફિનિશનર બનવા માટે બહાર કર્યો છે.
કૉચ શાસ્ત્રીએ કહ્યું કે, અમે પંતને મેચ ફિનિશ કરવાની કલા શીખવાનું ખાસ કામ સોંપ્યુ છે, જે વિશ્વકપ દરમિયાન ભારત માટે ખુબ મહત્વનું છે. શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે, અમે તેને એટલા માટે પાછો મોકલ્યો છે કેમકે તે સતત ક્રિકેટ રમી રહ્યો છે.