(એજન્સી) તા.૧૭
કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને લખેલા પત્રમાં કહ્યું હતું કે, સંસદના ચોમાસુ સત્રમાં જો કોંગ્રેસ ત્રણ તલાક બિલને સમર્થન આપે તો ભાજપ મહિલા અનામત બિલને સમર્થન આપશે. ઉલ્લેખનીય છે કે, જુલાઈના દિવસથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થશે. પ્રસાદે પત્રમાં કહ્યું હતું કે ત્રણ તલાક અને નિકાહ હલાલા બિલ સાથે મહિલા અનામત બિલ પાસ થવું જોઈએ. સોમવારે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી કહ્યું હતું કે સરકારે આ ચોમાસુ સત્રમાં મહિલા અનામત બિલા પસાર કરવું જોઈએ. આ પત્રમાં રાહુલે મહિલા અનામત બિલને તેમની પાર્ટીનું સમર્થન બિનશરતી સમર્થન આપવાનો પ્રસ્તાવ મૂકયો હતો. રાહુલે કહ્યું હતું કે હવે પરિવર્તનનો અને મહિલાઓને સંસદ તેમજ વિધાનસભામાં તેમનું યોગ્ય સ્થાન મળે તે સમય આવી ગયો છે. કોંગ્રેસ પ્રમુખે વડાપ્રધાનને વિનંતી કરી હતી કે આ બિલને આ સત્રમાં જ પસાર કરવામાં આવે કે જેથી આવતા વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીમાં મહિલાઓ વધારે અર્થપૂર્ણ રીતે ભાગ લઈ શકે.