લોડ્‌ર્સ,તા.૧૧
ઇંગ્લેન્ડ વિરૂદ્ધ બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં ૧૦૭ રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. આ ટેસ્ટ મેચમાં ભારતીય ઓલ રાઉન્ડર આર.અશ્વિને એક રેકોર્ડ બનાવ્યો છે. લોડ્‌ર્સ ટેસ્ટના બીજા દિવસે અશ્વિને ભારત તરફથી સૌથી વધુ ૨૯ રન બનાવ્યા હતા. આ સાથે જ તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના ૩ હજાર રન પણ પુરા કર્યા હતા.આ સાથે જ અશ્વિન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૩ હજારથી વધુ રન અને ૫૦૦થી વધુ વિકેટ ઝડપનાર ભારતનો ચોથો ક્રિકેટર બની ગયો છે. તે કપિલ દેવ, અનિલ કુંબલે અને હરભજન સિંહની ક્લબમાં સામેલ થઇ ગયો છે.આર.અશ્વિને આ સિદ્ધિ પોતાની ૨૧૭મી મેચમાં મેળવી છે. લોડ્‌ર્સ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ભારતની પ્રથમ ઇનિંગ ૧૦૭ રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી અશ્વિને જ સૌથી વધુ ૨૯ રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર બ્રોડે ૩૫મી ઓવરના બીજા બોલ પર અશ્વિનને ન્મ્ઉ આઉટ કર્યો હતો, તેને આ દરમિયાન ૩૮ બોલનો સામનો કર્યો હતો અને ૪ ફોર પણ ફટકારી હતી.