એન્ટીગુઆ,તા.ર૪
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટ મેચમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ અર્ધસદી ફટકારી રમત સમાપ્ત થયા બાદ મીડિયા સાથેની વાતચીતમાં જાડેજાએ કહ્યું કે જયારે હું બેટિંગ કરી રહ્યો હતો ત્યારે મારૂં ધ્યાન ભાગીદારી ઉપર હતું. હું મારી રમતની લઈ થોડો ગભરાયેલો હતો પણ મારૂ બેસ્ટ આપવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પંત સારૂ રમવામાં નિષ્ફળ ગયો. ઈશાન્ત શર્માએ જાડેજા સાથે ૬૦ રન ભાગીદારી કરી. આનાથી ટીમને રાહત મળી. અત્રે ઉલ્લેખનીય છે કે જાડેજાને પ્રથમ ટેસ્ટમાં અશ્વિનના સ્થાને તક મળી છે. અનેક ક્રિકેટરો આ નિર્ણયને લઈ નારાજગી વ્યકત કરી ચુકયા છે. જાડેજાએ કહ્યું કે ચોક્કસ રીતે જયારે તમારો કપ્તાન તમારા ઉપર વિશ્વાસ કરે છે તો સારૂ લાગે છે. નસીબથી સારૂ પ્રદર્શન કરીને મે તે વિશ્વાસને જાળવી રાખ્યો જયારે ટીમ ઈન્ડિયા બોલિંગ માટે ઉતરી તો ઈશાન્ત શર્મા કપ્તાન કોહલી માટે ટ્રમ્પકાર્ડ સાબિત થયો. તેણે પાંચ વિકેટ ઝડપી અને બીજા દિવસના અંતે વેસ્ટ ઈન્ડિઝની ટીમ આઠ વિકેટે ૧૮૯ રન જ બનાવી શકી.