(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૫
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં લિંબાયતની સીટ પર ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા રવિન્દ્ર પાટીલને કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરતા કોંગ્રેસમાં બળવો થયો છે. કારણ કે, લિંબાયતની સીટ પર વર્ષોથી કોંગ્રેસ માટે કામ કરતા કાર્યકરોને ટિકિટની ફાળવણી કરવામાં નહી આવતા મહાનગરપાલિકામાં કોંગ્રેસના દંડક ઇકબાલ બેલીમને એનસીપીનો ખેસ પહેરીને એનસીપીમાં જોડાયા છે. તે જ પ્રમાણે કોંગ્રેસના વિનોદ પાટીલે પણ કોંગ્રેસને છોડી ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. લિંબાયત વિધાનસભા એનસીપીના મુખ્ય કાર્યાલયના ઉદ્‌ઘાટન સમારોહમાં હાજર રહેતા અનેક પ્રશ્નો ઉભા થયા હતા. કોંગ્રેસના માજી કોર્પોરેટર વિનોદ ભગવાન પાટીલ ઉર્ફે નાના પાટીલ અને ઉપપ્રમુખ સુરત શહેર કોંગ્રેસએ ભાજપમાં પ્રવેશ કર્યો હતો. લિંબાયત વિધાનસભામાં કોંગ્રેસમાંથી એક એનસીપીના કાર્યાલયમાં ઉપસ્થિત અને અન્ય એકની ભાજપમાં એન્ટ્રીથી રાજકીય માહોલ ગરમાયો હતો. નવસારી સાંસદના હાથે ભાજપનો ખેસ પહેર્યો હતો.