(એજન્સી) તા.ર૭
સમાજ અને સિસ્ટમ બન્નેએ મળીને લોકોના જીવનને દુઃખદ બનાવી દીધું છે. દરેક વ્યક્તિ દુઃખના પહાડ પર બેઠો છે. મેડિકલના અભ્યાસ માટે વિદ્યાર્થીઓ પાસેથી લાખો વસૂલવામાં આવે છે. લાખો વિદ્યાર્થીઓ ક્યાંથી પણ લાવીને પૈસા આપે છે. પરીક્ષાથી લઈને નજીવી વાતોમાં સિસ્ટમનો અન્યાય લોકોના જીવનમાં ભયંકર અરાજકતા પેદા કરી દે છે. અમે તેને લઈને ખુશીનું નકલી નાટક કરતા રહીએ છીએ. કોઈપણ મામલામાં આ સિસ્ટમ લોકોને રાહત નથી આપતી. ત્યાં રાહત મેળવે છે જેમની પહોંચ છે અથવા જેની પાસે પૈસા છે. કેટલીક સમસ્યાઓને જોઈને લાગે છે કે, તેને તો આજે જ બરાબર કરી શકાય છે પરંતુ કોઈને સુધારવામાં રસ નથી. જે સમસ્યાગ્રસ્ત છે તે ચેતનાથી અભાવગ્રસ્ત છે. લોકો ખુશ કઈ વાતથી છે. પોતાની અનૈતિકતાઓને લઈને તમે લગ્નના કાર્ડ વહેંચતા રહો પરંતુ અંદર-અંદર દહેજનો ભાર ઉઠાવતા પણ રહો. કોઈ દલિત મરી જાય છે તો અમે માર્ગ નથી આપતા. કોઈ દહેજ નથી લાવતી તો અમે સળગાવી દઈએ છીએ. ગર્ભમાં બાળકીને મારી નાંખીએ છીએ. આ સમાજને ખુશીનો અભિશાપ લાગી ગયો છે. જ્યાં સુધી સામાન્ય નૈતિકતાની સ્થાપના નહીં થાય, કોઈ ખુશ થશે જ નહીં. નેશનલ હેલ્થ મિશન હેઠળ ચંદીગઢમાં ૬૦૦ કર્મચારી કોન્ટ્રાકંટ પર વર્ષોથી કામ કરી રહ્યા છે. મેડિકલ ઓફિસર, ઈમરજન્સી મેડિકલ ઓફિસર, લેડી મેડિકલ ઓફિસર, સ્ટાફ, નર્સ, ફાર્માસિસ્ટ. તેમને લઘુત્તમ મજૂરીથી પણ ઓછું વેતન આપવામાં આવે છે. જાહેર છે તણાવમાં જીવન કપાતુ હશે. ચંદીગઢ જેવા શહેરમાં કોઈનું ૮થી ૧ર હજારમાં શું-શું થશે. કર્મચારી લખી રહ્યા છે કે, તે માનસિક તણાવમાં છે. ૧૦ વર્ષની નોકરી થવા જઈ રહી છે તેમની હવે તેમને હટાવવામાં આવી રહ્યા છે કારણ કે ભારત સરકારે બજેટ નથી આપ્યું. ૧૯ ઓગસ્ટથી ૬૦૦ કર્મચારી હડતાળ પર છે. એવું નથી કે આ લોકો પોતાના મુદ્દાઓ પ્રતિ પ્રમાણિક છે. રડી રહ્યા છે પરંતુ કોન્ટ્રાક્ટ મજૂરોના પ્રશ્ન પર રાજનીતિ પર દબાણ નહીં નાંખે. રાજનીતિ તો મહાન હોય છે. પ્રોપેગેંડાથી અને ગોદી મીડિયાથી. આજે દરેક સ્તરના કર્મચારી અને અધિકારી પોતાની હેસિયત અને સ્વાભિમાન ગૂમાવી ચૂકયા છે. દોઢ વર્ષ પહેલાં અલ્હાબાદ બેંકના કર્મચારીઓને બળજબરીપૂર્વક બેંકના શેર ખરીદવા માટે કહેવામાં આવ્યું. તેની પર ઘણું લખ્યું છે. કર્મચારીઓને શેર ખરીદવા માટે વિવશ કરવામાં આવે છે. પ૪ રૂપિયાના દરે જે શેર આપવામાં આવ્યા હતા તો હવે ૩૧ રૂપિયા થઈ ગયા છે. ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સમાં પણ ૬ મહિના પહેલાં ૭ર રૂપિયાના ભાવથી શેર આપવામાં આવ્યા તે સમયે શેરના ભાવ ૯પ રૂપિયા હતા જણાવવામાં આવ્યું કે, તમને ઓછા ભાવે આપવામાં આવી રહ્યા છે પરંતુ કર્મચારીઓને બન્નેના ભાવનો અંતર ટેક્સ તરીકે આપવો પડ્યો. એટલે કે, ટેક્સ આપ્યો. શેર ખરીધ્યા અને ખોટ પણ ઉઠાવી કારણ કે ૭ર રૂપિયાનો શેર ૬૦નો થઈ ગયો છે તે જ રીતે કોર્પોરેશન બેંકના કર્મચારીઓને ૧૯ રૂપિયાના દરે શેર વેચવામાં આવ્યા. ત્યારે શેરનો ભાવ ર૪ રૂપિયા હતો. જાહેર છે બન્નેના ભાવમાં અંતર પર કર્મચારીઓએ ટેક્સ પણ આપ્યો. આજે તેનો ભાવ ૧૭ રૂપિયા. અલ્હાબાદ બેંકના સ્કેલ-૧ના અધિકારીઓને જણાવવામાં આવ્યું કે, તે ર૩પ૦ શેર ખરીદે. પ૪ રૂપિયાના ભાવથી શેર ખરીદવા માટે બેંકથી ૧.ર૭ લાખની લોન લીધી. આજે ૩૧ રૂપિયાના ભાવથી તેનું કુલ મુલ્ય ૭૩૦૦૦ એટલે ૬૩૦૦૦ની ખોટ થઈ ચૂકી છે. દોઢ વર્ષનું વ્યાજ પણ જોડી લો. બેંકોની અંદરના કર્મચારી જાણતા હતા કે તેમના બેંકના શેર પડશે પરંતુ તેમ છતાં વિવશ કરવામાં આવ્યા કે લોન લઈને શેર ખરીદ્યા. ત્યાર પછી પણ બેંકોમાં કર્મચારીઓના અસરકારક ભાગમાં હિન્દુ-મુસ્લિમનો નેશનલ સિલેબસ ચાલે છે. તેમની સમસ્યા રાજકારણની દેન છે તેમ છતાં તેમને તેની સમજ નથી કે રાજકારણ કયા પ્રકારનું હોય. માટે કહી રહ્યો છું કે દરેક વ્યક્તિ બીજાને ભીષણ પીડા આપી રહી છે. સમાજ અને સિસ્ટમની અંદર પીડા ભરેલી જોવા મળે છે.