(એજન્સી) નવી દિલ્હી, તા.૨૧
કેન્દ્રના કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે દેશની હાઈકોર્ટોને વિનંતી કરી છે કે, તે ૧૦ વર્ષ જૂના કેસોનો ત્વરિત નિકાસ કરે. તેમણે કહ્યું કે, દેશની ૪૩ હાઈકોર્ટોમાં ૮ લાખથી વધુ કેસો પડતર છે. જેમાં પ લાખ કેસો દશકો જૂના છે. દેશની હાઈકોર્ટોની માળખાગત સુવિધાઓને સુધારવા સરકારે ઘણા પગલાં લીધા છે, જેથી ન્યાયની પ્રક્રિયા ઝડપી બને. લોકસભામાં ઝીરો અવર્સ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે વધુમાં જણાવ્યું કે, સરકારે હાઈકોર્ટમાં ૪૭૮ જજોની અને સુપ્રીમ કોર્ટમાં પણ જજોની સંખ્યા વધારી છે. હાઈકોર્ટને વિનંતી કરાઈ છે કે, તે ૧૦ વર્ષ જૂના દિવાની અને ક્રિમિનલ કેસોનો ઝડપથી નિકાલ કરે. કેટલીક હાઈકોર્ટોએ આ મુદ્દે તેમનું મંતવ્ય આપ્યો નથી. ગરીબ વકીલોને પણ આની અદાલતોમાં સ્થાન આપવા ઓલ ઈન્ડિયા જ્યુડીશરી ખાતરી આપે. આવી સેવાઓ શરૂ થાય તો ટેલેન્ટેડ લોકોને મદદરૂપ બની શકે અને ટાયર જ્યુડિશરીનો ભાગ બની શકે. પશ્ચિમ-યુપીમાં હાઈકોર્ટની બેંચ સ્થાપવાના મુદ્દે તેમનો કહ્યું કે, આ માગણી લાંબા સમયથી ચાલે છે, તે માટે કાર્યવાહી ચાલે છે.