(એજન્સી) તા.૩
રાહુલ ગાંધીએ શિક્ષણ અને સરકારી નોકરીથી સંબંધિત બે વાતો જણાવી છે. તેમણે માલદામા જણાવ્યું કે, ગામ અને નગરોમાં સરકારી કોલેજોના નેટવર્કને સુધારશે. બીજું સરકારમાં આવવા પર ર૦ર૦ સુધી કેન્દ્ર સરકારના ખાલી પડેલા ર૦ લાખ પદોને ભરી દેશે. દોઢ વર્ષથી નોકરી સિરીઝ અને યુનિવર્સિટી સિરીઝ કરી રહ્યું છે. કોઈ રાજનૈતિક પાર્ટીએ આ મુદ્દાઓને ગંભીરતાથી લીધા નથી. બધાએ દૂર રાખ્યા. હવે જ્યારે દરેક સર્વેમાં આ આવી રહ્યું છે કે, યુવાનો સૌથી વધુ બેરોજગારીને પ્રાથમિકતા આપી રહ્યા છે તેની પર કોઈ ચોક્કસ વાત થઈ રહી નથી.
રાહુલ ગાંધીના આ બે વચનોથી લાગે છે કે, તેઓ પ્રાઈમ ટાઈમ જુએ છે ! ભાજપે પણ જોવું જોઈએ. વિશ્વના ટેલિવિઝનના ઈતિહાસમાં પ્રથમ વખત પ્રાઈમ ટાઈમ ટેલિવિઝન પર શિક્ષણ અને નોકરી પર આટલું લાંબું કવરેજ કર્યું છે. એક દિવસ નહીં, એક અઠવાડિયું નહીં પરંતુ અનેક મહિના. પ૦-૬૦ એપિસોડ યુનિવર્સિટી પર કર્યા, સરકારી નોકરીઓ પર અનેક મહિના સુધી પ્રાઈમ ટાઈમ કરતા ગયા. ફેસબુક પેજ જ્રઇટ્ઠુૈજરાટ્ઠટ્ઠખ્તી પર પચાસો લેખ લખ્યા છે. કોઈપણ ચેક કરી શકે છે. આ ઈતિહાસને કોઈ ટીવીવાળા પહેલા મેચ કરી બતાવી દે.
રાહુલ ગાંધીના બંને નિવેદનો પર ચર્ચા થવી જોઈએ. ત્યારે હરીફાઈમાં બાકી પાર્ટી પણ સરકારી શિક્ષણ અને રોજગારને મહત્ત્વ આપશે. વધુ ચોક્કસ વચન આપશે. રાહુલના વચનમાં એક ડેડલાઈન છે અને એક નંબર છે. મોદીની જેમ દરવર્ષે બે કરોડ રોજગાર આપવાના વચન પણ ડાબે-જમણે કરવાની પેટર્ન નથી. તેમને પૂછી શકાય છે કે, ૩૦ માર્ચ, ર૦ર૦ સમાપ્ત થઈ રહ્યું છે. ર૦ લાખમાં કેટલી નોકરીઓ આપી. પત્રકારો અને યુવાનો પણ આ ડેડલાઈન અને નંબરથી તેમનો પીછો કરી શકે છે. આ પણ પૂછવું જોઈએ કે વર્તમાન પરીક્ષા વ્યવસ્થાની જે સ્થિતિ છે, તે ખરાબ છે. તેમના નિયંત્રણમાં નથી કે કોઈ પરીક્ષા નિયત સમય પર કરાવે. તમે ચોક્કસ રીતે બતાવો કે કેવી રીતે આ કામ કરશો.
રાહુલની આ જાહેરાતને તેમની જ પાર્ટીના નેતા પ્રોત્સાહન આપી રહ્યા નથી. કદાચ તેમને ઓછો વિશ્વાસ હશે. ચિદમ્બરમ જેવા નેતાઓને તેમાં વિશ્વાસ છે કે, નથી તે ખબર નથી. પરંતુ આ પ્રકારની લાઈન રાહુલને તેમની જ પાર્ટીના કોર્પોરેટ પરસ્ત નેતાઓ સાથે અથડાવી દેશે. બે રાજનૈતિક પાર્ટીની અંદર સંઘર્ષ હવે આ જ મુદ્દાઓ પર થવો જોઈએે. ગામ-શહેરોના કોલેજ બેહાલ થઈ ગયા છે. તે માટે કોંગ્રેસની સરકારો પણ જવાબદાર રહી છે. ભાજપ અને ક્ષેત્રીય દળોની પણ ભાજપને ત્રણ પ્રમુખ રાજ્યોમાં ૧પ વર્ષ સરકાર ચલાવવાની તક મળી. આજ સુધી કોઈ સ્તરીય શિક્ષણ સંસ્થા નથી બનાવી શકી. તેણે પણ નગરો અને ગામડાઓની સરકારી કોલેજોને ધ્વસ્ત કરી છે. પરિણામે સામાન્ય લોકોના બાળકો શિક્ષણથી બેદખલ થઈ ગયા. ગુણવત્તાયુક્ત શિક્ષણથી દૂર કરી દેવામાં આવ્યા.
મીડિયાએ માત્ર એટલા માટે છેડો નથી ફાડ્યો કારણ કે તેને વિપક્ષને દૂર કરવાનો હતો પરંતુ એટલા માટે પણ કે આજે મીડિયા પણ શિક્ષણ વ્યવસ્થા અંગે પ્રમાણિક નથી. વડાપ્રધાન મોદીએ કોલેજો વિશે પાંચ વર્ષમાં કંઈ જ કહ્યું નહીં. માત્ર એટલું કહ્યું કે, ટોપ ટેનમાં દસ યુનિવર્સિટીને લાવવા માટે ૧૦,૦૦૦ કરોડ આપીશું. જે વાસ્તવિકતામાં ફંડ આપ્યું તેને સાંભળીને તમે હસશો. તેમણે મોંઘી સંસ્થાઓ બનાવવાની નીતિ બનાવી. અંબાણીની કોલેજને માન્યતા આપી જે માત્ર કાગળ પર જ હતી. તમે આ સંબંધમાં ઈન્ટરનેટ સર્ચ કરીને મીડિયા રિપોર્ટ જોઈ શકો છો. અમે પણ પ્રાઈમ ટાઈમમાં જોયું છે અને ફેસબુક પેજ પર લખ્યું છે.
ભાજપ પાસે પાંચ વર્ષની તક હતી આ પદોને ભરવાની, પરંતુ તેને ભરવા ન હતા. સાતમા પગાર પંચની રિપોર્ટમાં જ વાત આવી ગઈ હતી કે ક્યા ક્યા વિભાગોમાં કેટલા પદ ખાલી છે. તેમાં હતું કે, રેલવેમાં પદોની સંખ્યા ઘટાડવાની છે. ઈન્ટરનેટ પર છે અને મેં લખવાથી લઈને પ્રાઈમ ટાઈમમાં આ વિશે બોલ્યો છું. પાછલા વર્ષે ઓક્ટોબરના જ સમાચાર છે. ગૃહમંત્રીએ કેન્દ્રીય દળો અને દિલ્હી પોલીસમાં ખાલી પદોની સમીક્ષા કરી હતી. જાણવા મળ્યું છે કે, પપ,૦૦૦ પદ ખાલી છે. કદાચ આવી સમીક્ષા પહેલા થતી અને સમય પર પદ ભરવામાં આવ્યા હોત જેથી અનેક યુવાનોને ઉંમરની સીમા વીતી ગયા પહેલાં તક મળી જતી. તે જ સ્થિતિ રેલવેની હતી. સંસદમાં મંત્રી જ બતાવી રહ્યા હતા કે, અઢી લાખ પદ ખાલી છે. પરંતુ ભરવાનું ત્યારે યાદ આવ્યું જ્યારે ચૂંટણી આવી અને બેરોજગારીનો મુદ્દો મોખરે બોલવા લાગ્યો.
યુવાનોએ રાહુલ ગાંધી અને કોંગ્રેસને તેની પર બોલવા માટે વિવશ કરવા જોઈએ. તે જેટલું વધુ બોલશે ત્યારે જ જાણ થશે કે ગામડાઓ અને શહેરોમાં સરકારી કોલેજનું નેટવર્ક બનાવવા માટે તેઓ શું, શું વિચારી રહ્યા છે અને કેવી રીતે એક વર્ષની અંદર ર૦ લાખ પદોને ભરશે. ક્યાંથી પ્રમાણિક પરીક્ષા વ્યવસ્થા લાવશે, કેવી રીતે પરીક્ષા કરશે કે રિઝલ્ટ પર કોઈને શંકા ના જાય અને કેસ ના થાય. કોઈપણ પરીક્ષા પૂર્ણ થવામાં વર્ષ ઉપરનો સમય કેમ લાગે છે ?
નાણામંત્રી જેટલીએ આજે જણાવ્યું કે, નોકરીઓ ઘટવાનો આરોપ અર્થવિહીન છે. પહેલાં જણાવ્યું હતું કે, જો નોકરીઓ ના હોતી તો સંપૂર્ણ દેશમાં અસંતોષ હોત. આજે જ બિહારમાં બીપીએસસીના પરીક્ષાર્થી આંદોલન કરી રહ્યા છે. પરીક્ષાર્થીઓએ પટણાના અશોક રાજપથ પર રેલી કાઢી છે. દરરોજ કોઈને કોઈ રાજ્યમાં આંદોલન થઈ રહ્યા છે. બંગાળના ત્યાંના લોક સેવા પંચની બહાર વિદ્યાર્થીઓએ લાંબા ધરણા કર્યા. યુપીમાં શિક્ષણ મિત્રોએ કેટલી માર ખાધી. કેટલાએ આત્મહત્યા કરી લીધી. શિક્ષકોએ ધરણા કર્યા અને લાકડીઓ ખાધી જો નાણામંત્રીને તે દેખાતું નથી તો શું કરી શકાય છે.
યુપીમાંથી ૬૯,૦૦૦ શિક્ષકોની ભરતીના પરીક્ષાર્થી મેસેજ પર મેસેજ કરી રહ્યા છે. નોમિલાઈઝેશનની પ્રક્રિયા વિશેની અમને સમજ છે અને ના તો પરીક્ષાર્થી ને. તેમના પ્રશ્નોને સંતુષ્ટ કરવામાં આવી રહ્યા નથી. યુપી પોલીસના ૪૧,પર૦ પરીક્ષાર્થીઓની જોઈનિંગ કરાવવામાં આવી રહી નથી.
આ જ બિહારમાં મગધ યુનિવર્સિટી છે. કાયદાકીય ગૂંચળામણના કારણે આ વખત ત્રીજા વર્ષનું રિઝલ્ટ આવ્યું નથી. વિદ્યાર્થી થાકી ગયા. ૩૧ માર્ચે રેલવેની પરીક્ષાનું ફોર્મ ભરવાની તક જતી રહી. બિહાર યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થીઓને ફોન આવ્યો હતો. ત્રણ વર્ષનું બીએ પાંચ વર્ષમાં પણ પૂરું થયું નથી. વિદ્યાર્થીઓએ ધરણા પ્રદર્શન કર્યા પરંતુ તેમાં પણ ૧૦૦-પ૦ જ આપ્યા બાકી વિદ્યાર્થી પોતપોતાનું જુઓ અથવા મીડિયાને મેસેજ કરીને આઈપીએલ જુઓની નીતિ પર ચાલી રહ્યા છે. વિદ્યાર્થીઓની આ જ રાજનીતિક ગુણવત્તાના કારણે તેમને મૂર્ખ બનાવવું સંભવ થઈ શકે છે, સંપૂર્ણ જીવન નષ્ટ કર્યા પછી પણ તેમની વચ્ચે તે જ રાજનૈતિક પાર્ટી પ્રાસંગિક બનેલી છે જેમણે તેમની સમસ્યા સાંભળી પણ નહીં. વિદ્યાર્થીઓ એ જ બિહાર અથવા કોઈપણ રાજ્યની શિક્ષણ અને પરીક્ષા વ્યવસ્થા અંગે લડવું પડશે. તેઓ લડી રહ્યા છે, પરંતુ તે પૂરતું નથી. તેમાં કંઈ બદલવાનું નૈતિક બળ નથી. બે લાખ લોકોનું જીવન સેશન લેટ થવાથી નષ્ટ થઈ ગયું. જો બે લાખ પોતાના માતા-પિતાની સાથે ગાંધી મેદાનમાં ખુલ્લા પગે ઊભા થઈ જતા તો મહિનામાં સરકાર કંઈક કરવા માટે વિવશ થતી મીડિયા કવરેજથી ચોક્કસ પરિવર્તન નહીં આવે. તે મેં કરીને જોઈ લીધું. દોઢ વર્ષ કર્યા પછી આજે નેતા વિવશ તો થયા છે. વાત કરવા માટે પરંતુ કંઈક ચોક્કસ થતું નજર આવી રહ્યું નથી. તેની પર ચર્ચા જ નથી. આ ચૂંટણીની સફળતા ત્યારે જ થશે જ્યારે યુવાનો શિક્ષણ અને રોજગારના પ્રશ્ન પર કોંગ્રેસ અને ભાજપને વિવશ કરે છે. નવું વિચારવા અને ચોક્કસ વચન આપવા માટે.
(સૌ.ઃ કોહરામ.કોમ)