(એજન્સી) નવી દિલ્હી, તા.૧ર
બીબીસીના લખનૌમાં ફેક ન્યુઝ વિરોધી કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકાર રવિશકુમારે કહ્યું કે, આજકાલ મીડિયાએ ઘણા સમાચાર ગાયબ કરવાનું શરૂ કર્યું છે અને તે મહત્ત્વપૂર્ણ ઘટનાઓ અંગે કોઈ અહેવાલ ન આપવો એ પણ ફેક ન્યુઝ સમાન છે.
એક ચર્ચા દરમ્યાન રવિશકુમારે કહ્યું કે સાચા સમાચારોના બદલે તમે કશુ બીજું જ વાંચી રહ્યા છો. કુશળ પત્રકારોના હાથ બાંધી દેવામાં મળ્યા છે. જો કુશળ પત્રકારોને સાથ આપવામાં આવે તો તે લોકશાહીને પુનઃ જીવિત કરી શકે છે. પરંતુ ભારતનું મીડિયા જાગૃત અવસ્થામાં અને સમજી વિચારીને લોકશાહીને નાશ કરી રહ્યું છે. અખબારોના સંપાદકો, માલિકો આ લોકશાહીનો અંત આણવામાં લાગેલા છે. સમજો જાણે દરેક તરફથી હિન્દુ-મુસ્લિમ અને નફરતની વાતો થઈ રહી છે.
ભારતીય મીડિયા લોકશાહીનો નાશ કરી રહ્યું છે : રવીશકુમાર

Recent Comments