(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૧
સુપ્રીમ કોર્ટે ગુરૂગ્રામની રાયન ઈન્ટરનેશનલ સ્કૂલના સાત વર્ષીય બાળક પ્રદ્યુમનના ખૂનકેસમાં તેના પિતાની અરજી પર સુનાવણી કરતાં કેન્દ્ર સરકાર, એચઆરડી મંત્રાલય, હરિયાણા સરકાર, સીબીઆઈ અને સીબીએસઈની નોટિસ ફટકારીને ત્રણ અઠવાડિયામાં જવાબની માગણી કરી છે. સુપ્રીમે પીડિતના પિતાની અરજીને ધ્યાનમાં લઈને સત્તાવાળાઓને નોટિસ ફટકારી છે. સુપ્રીમના નિર્દેશ બાદ પીડિતના પિતા વરૂણ ઠાકુરે કહ્યું કે અમને સુપ્રીમ કોર્ટમાં ભરોસો છે અને જે રીતે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે તેનાથી અમે ખુશ છીએ. ઠાકુરે કહ્યું કે મને હરિયાણાના મુખ્યમંત્રી ખટ્ટરે ફોન કર્યો હતો અને પૂરી મદદની ખાતરી આપી છે. વરૂણ ઠાકુર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં એવી પણ વિનંતી કરવામાં આવી કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે શાળા સંચાલકો દ્વારા તેમની જવાબદારી નક્કી કરવામાં આવે અને તે અનુસાર બાળકોની સલામતીના પગલાં ભરવામાં આવે. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાની આગેવાનીવાળી બેન્ચે કહ્યું કે આ અરજી કોઈ એક શાળા પૂરતી સીમિત નથી. આ સમગ્ર દેશની શાળાની વાત છે. સમગ્ર દેશનો કિસ્સો છે. સુપ્રીમે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનને પણ નોટિસ ફટકારી છે. સુપ્રીમે તમામ પક્ષોને ત્રણ અઠવાડિયાની અંદર જવાબ રજૂ કરી દેવાનો આદેશ આપ્યો છે. પ્રદ્યુમનના પિતા વરૂણ ઠાકુરે આ કેસની સીબીઆઈ તપાસ કરવાની માંગણીએ સુપ્રીમમાં એક અરજી રજૂ કરી હતી જેની સુનાવણી યોજાઈ હતી અને કોર્ટે તમામ પક્ષોને નોટિસ ફટકારી હતી. પ્રદ્યુમનની હત્યાના બે દિવસ બાદ તેના પિતાએ સીબીઆઈ તપાસી માગણી કરી છે તો હરિયાણા સરકારે પણ તેની તૈયારી દર્શાવી છે. મૃતકના પિતાએ કહ્યું કે અમે પોલીસની ચાલુ તપાસથી સંતુષ્ટ નથી. આ પહેલાં હત્યાના વિરોધમાં સ્કૂલની બહાર પ્રદર્શન કરી રહેલા લોકો પર લાઠીચાર્જ કરનાર બે પોલીસ અધિકારીઓને બરખાસ્ત કરવામાં આવ્યાં હતા. પ્રદ્યુમનની હત્યા બાદ રયાન સ્કૂલના બે સિનિયર અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. શાળાના પ્રાદેશિક વડા અને એચઆર વડાની ધરપકડ કરવામાં આવી અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં. કોર્ટે તેમને બે દિવસ પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યાં હતા. સોહના થાણાના એક પોલીસકર્મીને પણ બરખાસ્ત કરવામાં આવ્યા. રવિવારે રાયન સ્કૂલની બહાર મોટી સંખ્યામાં એકત્ર થયેલા વાલીઓએ ભારે વિરોધ પ્રદર્શન કરીને સ્કૂલ વહીવટીતંત્રની સામે ભારે નારેબાજી કરી હતી. વાલીઓએ નજીકની દારૂની એક દુકાનને આગ ચાંપી દીધી. પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈને પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પ્રિન્સિપાલની બરખાસ્તની અને પોલીસે સાત દિવસની અંદર ચાર્જશીટ ફાઈલ કરવાની ખાતરી આપી હોવા છતાં પણ વાલીઓનો રોષ શમ્યો નથી. વાલીઓ સ્કૂલની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગે છે. પોલીસે આ કેસમાં સાત દિવસની અંદર ચાર્જશીટ ફાઈલ કરવાની ખાતરી આપી છે.
ભારે ધમાલ વચ્ચે રયાન સ્કૂલના ટોચના બે સિનિયર અધિકારીઓની ધરપકડ
ગુરૂગ્રામમાં પ્રદ્યુમન હત્યા કેસમાં એક મોટી કાર્યવાહી કરતાં રાયન સ્કૂલના બે સીનિયર અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રદ્યુમનની હત્યા બાદ રયાન સ્કૂલના બે સિનિયર અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. શાળાના પ્રાદેશિક વડા અને એચઆર વડાની ધરપકડ કરવામાં આવી અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં. કોર્ટે તેમને બે દિવસ પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. સોહના થાણાના એક પોલીસકર્મીને પણ બરખાસ્ત કરવામાં આવ્યા.
૧૦ મુદ્દાઓ
૧. સ્કૂલ બહાર વાલીઓના વિરોધ પ્રદર્શનના એક દિવસ બાદ સ્કૂલમાં સેંકડો પોલીસકર્મીઓની તૈનાતી કરવામાં આવી. રવિવારે રાયન સ્કૂલની બહાર મોટી સંખ્યામાં એકત્ર થયેલા વાલીઓએ ઘણી બારીઓનો કચ્ચરઘાણવાળી દીધો અને નજીકની દારૂની એક દુકાનને આગ ચાંપી દીધી હતી.
૨. રયાન ઈન્ટરનેશનલ સ્કૂલ ગ્રુપના સીઈઓ રયાન પિન્ટો અન તેમના પિતાએ બોમ્બે હાઈકોર્ટમાં વચગાળાના જામીન અરજી રજૂ કરી. ધોરણ ૧૨ સિવાયના તમામ વિદ્યાર્થીઓ માટે શાળામાં રજા જાહેર કરવામાં આવી.
૩. આજે દિવસ દરમિયાન ઘણા શિક્ષકો અને સ્ટાફની પૂછપરછ કરવામાં આવી. સોહના થાણાના એક-એક સબ ઈન્સ્પેક્ટરને બરખાસ્ત કરવામાં આવ્યા
૪. સુપ્રીમ કોર્ટે પ્રદ્યુમન ખૂન કેસમાં તેના પિતાની અરજી પર સુનાવણી કરતાં કેન્દ્ર સરકાર, એચઆરડી મંત્રાલય, હરિયાણા સરકાર, સીબીઆઈ અને સીબીએસઈની નોટિસ ફટકારીને ત્રણ અઠવાડિયામાં જવાબની માંગણી કરી.
૫. ત્રણ સભ્યોની સીટના રિપોર્ટમાં એવું કહેવાયું કે શાળા પરિસરમાં ફીટ કરવામાં આવેલા ઘણા સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં નથી.
૬. ટીમને એવું પણ માલૂમ પડ્યું કે શાળા બસના ડ્રાઈવરો અને કંડક્ટરો માટે કોઈ અલગ ટોઈલેટની સુવિધા નથી. પરિણામે તેઓ વિદ્યાર્થીઓના ટોઈલેટનો ઉપયોગ કરી રહ્યા છે.
૭. પ્રદ્યુમનના પિતા વરૂણ ઠાકુરે આ કેસની સીબીઆઈ તપાસ કરવાની માંગણીએ સુપ્રીમમાં એક અરજી રજૂ કરી હતી જેની સુનાવણી યોજાઈ હતી અને કોર્ટે તમામ પક્ષોને નોટિસ ફટકારી હતી. પ્રદ્યુમનની હત્યાના બે દિવસ બાદ તેના પિતાએ સીબીઆઈ તપાસી માગણી કરી છે તો હરિયાણા સરકારે પણ તેની તૈયારી દર્શાવી છે.
૮. પ્રિન્સિપલની બરખાસ્તગી અને પોલીસે સાત દિવસની અંદર ચાર્જશીટ ફાઈલ કરવાની ખાતરી આપી હોવા છતાં પણ વાલીઓનો રોષ શમ્યો નથી. વાલીઓ સ્કૂલની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગણી કરી રહ્યા છે.
૯. હરિયાણાના શિક્ષણ મંત્રી રામ વિલાસ શર્માએ કહ્યું કે રાજ્ય સરકાર સીબીઆઈ તપાસની વિરૂદ્ધમાં નથી. રાયન વહીવટીતંત્ર દ્વારા ચાલતી બીજી શાળાઓમાં પણ દેખાવ થયો હતો.
૧૦. શાળા મેનેજમેન્ટે વાલીઓને બે દિવસ વધારે શાળા બંધ રહેવાની જાણ કરી હતી. શાળાએ કહ્યું કે મૃત બાળકના પરિવાર અને વાલીઓ સાથે સહાનુભૂતિ દર્શાવવા બે દિવસ શાળા બંધ રહેશે.