(એજન્સી) મુંબઈ,તા.૫
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) ૫૦૦, ૨૦૦૦, અને ૨૦૦ રૂપિયાની નવી નોટ રજૂ કર્યા બાદ ૧૦ રૂપિયાની નોટ રજૂ કરવા જઇ રહી છે. આરબીઆઈ ટૂંક સમયમાં જ ૧૦ રૂપિયાની નોટ જાહેર કરશે. નવી નોટ પર હાલની મહાત્મા ગાંધી સીરીઝની હશે અને તેના પર આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલના સિગ્નેચર હશે. શુક્રવારના રોજ આરબીઆઈએ તેની પ્રતીકાત્મક તસવીર રજૂ કરી. તેનો રંગ ચોકલેટ બ્રાઉન હશે. આ નોટો પર હવે કોર્ણાટકના સૂર્ય મંદિરની તસવીર હશે.
આગળની બાજુ શું હશે.
– નોટની અંદર ૧૦નો અંક દેખાશે
– દેવનાગિરી ભાષામાં ૧૦ લખેલું હશે
– વચ્ચે મહાત્મા ગાંધીની તસવીર હશે
– નાના અક્ષરોમાં ‘RBI’, ‘ભારત’, ‘INDIA’, અને ‘૧૦’ લખેલું હશે
– સિક્યોરિટી થ્રેડ પર ભારત અને RBI લખેલું હશે
– જમણી બાજુ અશોક ચિન્હ હશે
– નંબર નાનાથી મોટા થતા છપાયેલા હશે
પાછળની બાજુ શું હશે.
– નોટ કયા વર્ષમાં છપાયેલી છે તે ડાબી બાજુ લખેલું હશે
– સ્વચ્છ ભારતનો લોગો સ્લોગનની સાથે હશે
– કોર્ણાકના સૂર્ય મંદિરની તસવીર
– દેવનાગિરીમાં ૧૦ લખેલું હશે
– નોટનો આકાર ૬૫ એમએમ બાય ૧૨૩ એમએમ હશે