(એજન્સી) નવી દિલ્હી, તા. ૪
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા (આરબીઆઈ) ની છ સભ્યો વાળી મોદ્રિક નીતિ સમિતીએ અપેક્ષા પ્રમાણે નીતિગત દરોને યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. તેથી સાથે જ આરબીઆઈએ જીડીપી વિકાસના અનુમાનિત દરમાં ૦.૬ ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો. આ ઉપરાંત કમિટિએ કેશ રિઝર્વ રેશિયો અથવા તો સીઆરઆરને યથાવત ચાર ટકા અને રિવર્સ રેપોરેટને પણ યથાવત ૫.૭૫ ટકાના દરે જાળવી રાખ્યો છે. અલબત્ત એસએલઆરને ૦.૫ ટકા ઘટાડીને ૧૯.૫ ટકા કરવામાં આવ્યો હતો. બીજી બાજુ રિઝર્વ બેંકે જીડીપી ગ્રોથના અંદાજિત દરને ૦.૬ ટકા ઘટાડી દીધો છે. રિઝર્વ બેંકના કહેવા મુજબ નાણાંકીય વર્ષ ૨૦૧૮માં દેશમાં ડીપી દર ૬.૭ ટકાના દરે વધી શકે છે. રિઝર્વ બેંકના ગ્રોથના અંદાજને ૬.૭ ટકા કરી દેવામાં આવ્યો છે જે અગાઉ ૭.૩ ટકા દર્શાવવામાં આવ્યો હતો. આરબીઆઈએ તેની નીતિ સમીક્ષામાં સાફ શબ્દોમાં કહ્યું છે કે, કૃષિ લોન માફીના પરિણામ સ્વરુપે ગ્રોથ ઉપર અસર પડશે. કેન્દ્રીય બેંકે એમ પણ કહ્યું છે કે, કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓને જે એચઆરએ આપ્યો છે તે ખર્ચ થયાની સ્થિતિ અર્થતંત્રમાં તેજી આવશે. રિઝર્વ બેંકે ઓક્ટોબર-માર્ચ ત્રિમાસિક ગાળામાં મોંઘવારીનો દર ૪.૨-૪.૬ ટકા રહેવાનો અંદાજ મુક્યો છે. તેના કહેવા મુજબ જાન્યુઆરીથી માર્ચ ત્રિમાસિક ગાળામાં મોંઘવારીનો દર ૪.૬ ટકા રહી શકે છે. રિઝર્વ બેંકે કન્ઝ્યુમર મોંઘવારી દર ચાર ટકા સુધી રોકી દેવા માટે ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. રિઝર્વ બેંકે છેલ્લે નાણાંકીય નીતિ સમીક્ષા રજૂ કરતા ફુગાવામાં જોખમની વાત કરીને રેપોરેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરીને આને છ ટકા કર્યો હતો. અલબત્ત ઓગસ્ટ મહિનામાં રિટેલ ફુગાવો શાકભાજી અને ફળફળાદી મોંઘા થવાના કારણે પાંચ મહિનાની ઉંચી સપાટીએ પહોંચીને ૩.૩૬ ટકા સુધી પહોંચી ગયો છે. વર્તમાન નાણાકીય ખાદ ચાર વર્ષની ઉંચી સપાટી ઉપર જૂન ત્રિમાસિક ગાળામાં પહોંચી ગઈ છે. સીએડીનો આંકડો ૧૪.૩ અબજ ડોલર અથવા તો ૨.૪ ટકા (જીડીપી) સુધી પહોંચી ગયો છે. આગામી તહેવારની સિઝનમાં જો સ્થિતિમાં સુધારો થશે નહીં તો સીએડી કાબૂ બહાર થઇ શકે છે. જુલાઈ મહિનામાં કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત ફુગાવો ૨.૩૬ ટકા રહ્યો હતો. જાહેરાતના બીજા તબક્કાની અંદર બેંચમાર્ક ઇન્ડેક્સમાં રાહત દર્શાવવામાં આવી છે.
આર્થિક વિકાસના અંદાજમાં GSTની પ્રતિકૂળ અસર દેખાઈ
મુંબઈ, તા. ૪
ઇમ્ૈંની ચોથી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા આજે જારી કરવામાં આવી હતી જેમાં આરબીઆઈએ સાફ શબ્દોમાં કહ્યું છે કે, જીએસટીને અમલી બનાવવાના કારણે મેન્યુફેક્ચરિંગ ઉપર પ્રતિકુળ અસર થઇ છે. મૂડીરોકાણમાં નવા પ્રાણ ફૂંકવામાં સમય લાગી શકે છે. જો કે, આરબીઆઈએ આશા વ્યક્ત કરી છે કે, પરાક્ષ કરવેરા વ્યવસ્થાને વધુ સરળ બનાવી દેવામાં આવ્યા બાદ સ્થિતિમાં સુધારો થશે. વર્ષ ૨૦૧૭-૧૮ની તેની ચોથી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષામાં આરબીઆઈએ ગ્રોથનો અંદાજ ઘટાડીને ૬.૭ ટકા કરાયો છે. આરબીઆઈનું કહેવું છે કે, જીએસટીના અમલીકરણને લીધે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં હાલમાં મંદી આવી છે. ટૂંકા ગાળા માટે અનિશ્ચિતતા દેખાઈ રહી છે. મૂડીરોકાણની પ્રવૃત્તિમાં ફરી વેગ આવવામાં સમય લાગી શકે છે. મૂડીરોકાણની પ્રવૃત્તિને બેંકો અને કોર્પોરેટના બેલેન્સશીટના કારણે અસર થઇ છે. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનમાં ગ્રોથ જુલાઈ મહિનામાં માત્ર ૧.૨ ટકા રહ્યો છે. પહેલી જુલાઈ ૨૦૧૭ના દિવસે જીએસટી વ્યવસ્થા અમલી કરવામાં આવી હતી જેમાં અનેક લોકલ ટેક્સને મર્જ કરી દેવામાં આવ્યા હતા. દેશમાં એક સમાન કરવેરા વ્યવસ્થા અમલી બનતા દેશ સિંગલ માર્કેટમાં ફેરવાયું છે. એક્સાઇઝ, સર્વિસ ટેક્સ અને વેટ સહિતના લોકલ ટેક્સને મર્જ કરી દેવાયા છે. બીજી બાજુ આરબીઆઈએ એમ પણ કહ્યું છે કે, લોન માફીની કેટલાક રાજ્યો દ્વારા જાહેરાત કરવામાં આવી છે જેની માઠી અસર થશે. લોન માફીથી ગ્રોથ પર અસર થશે.
Recent Comments