રોમાન્સ પર ફક્ત માનવીનો જ ઈજારો નથી પરંતુ આ સહજવૃત્તિ પ્રાણીઓ અને પક્ષીઓમાં પણ જોવા મળે છે. મહિલાને મોહવા માટે તેને લાલ ગુલાબ આપવું તે માનવ સ્વભાવમાં ખૂબ જ સામાન્ય રીતે જોવા મળે છે ત્યારે ઉપરની તસવીરમાં પેંગ્વિને પણ રોમાન્સની કલાને સંપૂર્ણ બનાવી છે તથા માદા પેગ્વિનને અનન્ય ભેટ આપીને તેમનો પ્રેમ જીતવાનો પ્રયત્ન કર્યો છે.

તેઓ જાણે છે કે તેના સાથીદારના હૃદય સુધી પહોંચવાની ચાવી લીસ્સા પથ્થર છે. જ્યારે માદા પેંગ્વિન ધીરજથી બેસે ત્યારે નર પેંગ્વિન બરફમાં સૌથી કોમળ દેખાતો લીસ્સો પથ્થર શોધે છે જેથી તે તેને પોતાના પ્રેમના પ્રતીકરૂપે ભેટમાં આપી શકે. તે માટે તેઓ આસપાસના માળાઓમાં રહેલા લીસ્સા પથ્થરો ચોરવાથી પણ ખચકાતા નથી.

જ્યારે અદાવત અને ઈર્ષ્યાની વાત આવે ત્યારે આ પક્ષીઓ માનવીના અપરિગ્રહથી જરાય પાછળ નથી. પોતાના સાથીદારને પાછા મેળવવા માટે નરપક્ષી અન્ય નરપક્ષી સામે યુદ્ધ જાહેર કરી દે છે.

આ પક્ષીઓનો અદ્‌ભૂત સ્વભાવ આપણને પ્રેમના બારીક મુદ્દાઓ તથા લગ્ન સંબંધની નિષ્ઠા જેવી બાબતો સમજાવી જાય છે.