ઉના, તા.ર
ઉનાના વાવરડા ગામની સીમ વિસ્તારની ખેતી જમીનમાં આવેલ કુવામાં સિંહ રાત્રીના અચાનક ખાબક્તા વાડી માલીકે વનવિભાગને જાણ કરતા વનવિભાગનો સ્ટાફ તાત્કાલીક ધટના સ્થળે દોડી ગયેલ અને કુવામાંથી સિંહનું રેસ્કયુ કરી બહાર કાઢી પાંજરામાં પૂરી જશાધાર એનીમલકેર સેન્ટર ખાતે ખસેડાયેલ હતો.
વાવરડા ગામની સીમ વિસ્તારની ખેતીની જમીન ધરાવતા કાનજીભાઈ ભાયાભાઇ ટાંચક ની વાડીમાં ખુલ્લો કુવો આવેલ હોય અને આ વાડીમાં સિંહ શિકારની શોધમાં નિકળ્યો હતો. ત્યારે અચાનક રાત્રીના અંધારામાં ખુલ્લા કુવામાં ખાબકી જતાં વહેલી સવારે વાડી માલીકને અવાજ આવતા કુવામાં જોતા સિંહ કુવાના પાણીમાં નજરે પડતા તેમણે ગામના સરપંચ પતિ શૈલેષભાઇને જાણ કરતા તેમણે વનવિભાગને તાત્કાલીક જાણ કરતા આર. એફ. ઓ પંડયા, ફોરેસ્ટ ગાર્ડ પ્રતાપભાઇ ખુમાણ તેમજ પરમારભાઇ ટ્રેકસૅ સહીત રેસ્યુ ટીમ તાત્કાલીક પાંજરૂ દોરડા સહીત સાથે લઇ ધટના સ્થળે દોડી ગયેલ હતો. અને કુવામાં પાંજરૂ ઉતારી સિંહનુ રેસ્ક્યુ કરી કુવામાંથી બહાર કાઢી પાંજરામાં પુરી જશાધાર એનિમલકેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલ અને સિંહને જરૂરી સારવાર આપવામાં આવી હતી. ત્યાર બાદ સિંહને જંગલમાં છોડી મુકવામાં આવેલ હોવાનુ જાણવા મળેલ છે.
ઉનાના વાવરડા સીમમાં ખુલ્લા કૂવામાં ખાબકેલ સિંહને રેસ્ક્યુ કરી બચાવાયો

Recent Comments