વડોદરા, તા.રપ
અમિતનગર સર્કલથી એરપોર્ટ જવાના રોડ પર આવેલી રેસ્ટોન્ટમાં આજે સવારે એકાએક શોર્ટસર્કિટને કારણે આગ લાગી હતી. રેસ્ટોરન્ટમાંથી નિકળતા ધૂમાડાના ગોટે ગોટા જોઇ કર્મચારીઓ બહાર દોડી આવ્યા હતા. આગનાં બનાવને પગલે લોકટોળા ભેગા થઇ ગયા હતા. આગે રેસ્ટોરન્ટનું ફર્નિચર તથા અન્ય ચીજવસ્તુઓને પોતાની લપેટમાં લઇ લીધી હતી. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરતાં તરત લશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.