અમદાવાદ, તા.ર૪
આરટીઈ એક્ટની કલમ-૧૬માં ભારત સરકારે ચાલુ વર્ષે કરેલા સુધારા બાદ ગુજરાત સરકારે પણ તા.ર૧/૯/૧૯ના રોજ જાહેરાનામું બહાર પાડી મહત્ત્વનો સુધારો કર્યો છે. જે મુજબ પ્રાથમિક શિક્ષણમાં પરિણામલક્ષી અને ગુણવત્તાલક્ષી પરિવર્તન લાવવાના હેતુથી હવેથી ધોરણ-પ અને ધોરણ-૮ના વાર્ષિક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષામાં જો વિદ્યાર્થી નાપાસ થાય તો બે માસમાં પરીક્ષાની વધુ એક તક આપવામાં આવશે. તેમાં પણ જો નાપાસ થાય તો તેને નાપાસ કરવામાં આવશે. આર.ટી.ઈ. એકટ અંતર્ગત રાજ્ય સરકારે તા.ર૧/૯/ર૦૧૯ના રોજ જાહેરનામુ બહાર પાડીને બાળકોને મફત શિક્ષણનો અધિકાર નિયમો-ર૦૧રના નિયમ-ર૪માં મહત્વહનો સુધારો કર્યો છે. આર.ટી.ઈ.એકટ ર૦૦૯ની કલમ-૧૬ મુજબ કોઈપણ બાળકને ધોરણ-૧ થી ૮ સુધીના ધોરણમાં રોકી શકાય નહિં એટલે કે, ધોરણ-૧ થી ૮ના કોઈપણ ધોરણમાં નાપાસ કરી શકાય નહિં, તેવી જોગવાઈ હતી, તેમાં કેન્દ્રય સરકાર દ્વારા આર.ટી.ઈ. એકટની કલમ-૧૬માં સુધારો કરતા રાજય સરકાર દ્વારા પણ આર.ટી.ઈ. રૂલ્સામાં સુધારો કરવામાં આવેલ છે. આ સુધારાના પરિણામે મહત્વમનો ફેરફાર થશે. આ ફેરફાર અંતર્ગત દરેક શૈક્ષણિક વર્ષને અંતે ધોરણ-પ અને ધોરણ-૮માં વાર્ષિક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષામાં વિદ્યાર્થી જો નાપાસ થાય તો વાર્ષિક પરીક્ષા પછીના બે માસના સમયગાળા દરમિયાન વધારાનું શિક્ષણ પુરૂ પાડી પરીક્ષાની વધુ એક તક આપવામાં આવશે. તેમાં પણ જો નાપાસ થાય તો તેને નાપાસ કરવામાં આવશે. આ પરીક્ષાઓ જી.સી.ઈ.આર.ટી. દ્વારા લેવામાં આવશે. આ જોગવાઈનો અમલ શૈક્ષણિક વર્ષ ર૦૧૯-ર૦થી કરાશે. આ પરીક્ષાઓમાં નાપાસ થયેલ બાળક અન્ય શાળામાં પ્રવેશ મેળવે તેવા સંજોગોમાં ઉંમર આધારિત પ્રવેશને બદલે તે બાળક જે ધોરણમાં નાપાસ થયેલ હોય તે જ ધોરણમાં પુનઃ પ્રવેશ આપવાનો રહેશે. પ્રાથમિક શાળામાં દાખલ કરેલ કોઈપણ બાળકને પ્રાથમિક શિક્ષણ પુરૂ થતાં સુધીમાં આ સિવાયના કોઈપણ કારણોસર કોઈ ધોરણમાં રોકી શકાશે નહીં. ઉપરાંત કોઈ બાળકને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ ન થાય ત્યાંસુધી શાળામાં કાઢી શકાશે નહીં. આ મહત્ત્વાના સુધારાને પરિણામે રાજ્યની પ્રાથમિક શાળાઓની ગુણવત્તામાં મહત્ત્વોનો સુધારો જણાશે. આ સુધારાનો અમલ રાજયની તમામ સરકારી તથા ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓએ કરવાનો રહેશે.