જકાર્તા,તા.૨૦
ભારતના ખાતામાં વધુ એક મેડલ આવી ગયો છે. ભારતીય ખેલાડીએ ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. દિપક કુમારે ૧૦ મીટર એયર રાયફલ વર્ગમાં સિલ્વર મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું છે. આ રીતે ભારતના ખાતામાં અત્યાર સુધીમાં ત્રણ મેડલ આવી ગયા છે.
જકાર્તામાં એશિયન ગેમ્સ રવામાં આવી રહી છે. જેમાં શૂટીંગ રમતમાં ૩૦ વર્ષીય શૂટર દિપક શર્માએ સોમવારે પૂરૂષોની ૧૦ મીટર એયર રાઈપલ શ્રેણીમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે.
દિપકકુમાર ૨૪૭.૭ના સ્કોર સાથે બીજા નંબર પર રહ્યો, જ્યારે ચીનનો હાઓરન યાંગ ૨૪૯.૧ સ્કોર સાથે પ્રથમ નંબર પર રહ્યો અને ગોલ્ડ મેડલ જીત્યો. જ્યારે રવિકુમાર ૨૦૫.૨ના સ્કોર સાથે ચોથા સ્થાન પર રહ્યો હતો.ઉલ્લેખનીય છે કે, ૧૮મી એશિયન ગેમ્સનો આજે બીજો દિવસ છે, પહેલા દિવસે ભારતે ૨ મેડલ મેળવ્યા હતા. પહેલવાન બજરંગ પૂનિયાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે આ સિવાય ૧૦ મીટર એયર રાયફલ મિક્સ્ડ ટીમમાં ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.
લક્ષ્ય શેરોને ૪૩/૫૦ના સ્કોર સાથે બીજા સ્થાન પર રહ્યો છે અને ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે. જ્યારે ભારતના માનવજીત સિંહ સંધૂ ચોથા સ્થાન પર રહ્યો છે. ચીની તાઇપેના યાંગને ગોલ્ડ મળ્યો છે. લક્ષ્યની જીત સાથે જ જકાર્તાના સ્ટેડિયમમાં ભારતા માતાની જયના નારા લાગ્યા હતા.