(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૧
અમરેલી જિલ્લામાં પત્રકાર તરીકેની ઓળખ આપી ગમે તેના વીડિયો તથા ફોટોગ્રાફ લઇ મીડિયામાં પ્રસિદ્ધ કરી દેવાની ધમકી આપી બ્લેકમેઇલીંગ કરી રૂપિયા ખંખેરતાં ત્રણ ઈસમોને પકડી પોલીસે એક દિવસના રિમાન્ડ પર લઈ જેલ હવાલે કર્યા છે. જેમાં અમરેલીમાં ચક્કરગઢ રોડ ઉપર રહેતી એક જાગૃત યુવતીએ અમરેલી શહેર પો.સ્ટે.માં ફરિયાદ લખાવેલ કે, ગઇ તા.૧૬/૦૯/૧૮ના રોજ પોતે તથા પોતાની નાની બહેન એમ બંને જણા વહેલી સવારે સાડા ચારેક વાગ્યે કામ સબબ જતાં હતાં અને રસ્તામાં જિલ્લા પંચાયત રોડ ઉપર સ્માર્ટ હોમ શો-રૂમ પાસે પોતાના ઓળખીતાના પોતાના શો-રૂમનું શટર બંધ કરતાં હોય તેમની પાસે ઊભા રહી વાત-ચીત કરતા હતા, તે વખતે એક ફોરવ્હીલ કારમાં અજીમ બ્લોચ અને વિશાલ કુબાવત નામના માણસો ત્યાં આવેલ અને આ બંનેએ ન્યુઝ ફોર ગુજરાત ચેનલવાળા તરીકેની ઓળખ આપી કેમેરા અને મોબાઇલ વડે પોતાનું શુટીંગ ઉતારી લીધેલ, અને બાદમાં અબ્દુલ કુરેશી નામના માણસ સાથે મળી પોતાને તથા સાહેદને આ વીડિયો ક્લીપ ન્યુઝ ચેનલમાં પ્રસિદ્ધ કરવાની ધમકી આપી રૂપિયાની માંગણી કરેલ અને સાહેદ પાસેથી બ્લેકમેઇલીંગ કરી બળજબરીથી રૂ.૧૦,૦૦૦/- (દસ હજાર) પડાવી અને પોતાની નાની બહેન પાસે આ વીડિયો સ્કૂલમાં બધાને બતાવી બદનામી કરવાની ધમકી આપી તેણી પાસે બિભત્સ માગણી કરેલ હોવાની ફરિયાદ કરતા અમરેલી શહેર પો.સ્ટે.માં (૧) અજીમ બ્લોચ, (ર) વિશાલ કુબાવત, (૩) અબ્દુલ કુરેશી વિરૂદ્ધમાં ઇ.પી.કો. કલમ ૩૫૪(એ), ૫૦૯, ૫૦૧, ૫૦૬(૧), ૩૮૪, ૧૧૪, પોક્સો એક્ટ કલમ ૧૨ મુજબનો ગુનો રજી. થયેલ. ફરિયાદ દાખલ થતાં આ ગુનાના આરોપીઓ ફરિયાદીના ઉતારેલ વીડિયોનો કોઇ દુરૂપયોગ કરે તે પહેલાં જ મોડી રાત્રે અમરેલી શહેર પો.સ્ટે.ના પો.સ.ઇ. શ્રી એમ.એચ. જેતપરિયા તથા પોલીસ સ્ટાફ દ્વારા ત્રણેય આરોપીઓને પકડી પાડી તેમના વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. પકડાયેલ આરોપીઓ વાળાઓને કોર્ટમા હાજર કરતા પોલીસને એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ હતા સોમવારે રિમાન્ડ પૂરા થતા કોર્ટમા રિમાન્ડની માંગણી સથે ફરી રજૂ કરતા કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતા ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરવામા આવેલ હતા.
અમરેલીમાં પત્રકારના નામે બ્લેકમેઈલીંગ કરતાં ત્રણ શખ્સો રિમાન્ડ બાદ જેલ હવાલે

Recent Comments