(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૨૧
એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં આવેલા મેથેમેટીક્સ ડિપાર્ટમેન્ટના એક સાથે ૧૧ વિદ્યાર્થીઓએ યુજીસી નેટની પરીક્ષા પાસ કરી છે. યુજીસી નેટની પરીક્ષા પાસ થનાર વિદ્યાર્થીઓની લેકચરર કે જુનિયર રિસર્ચ ફેલો તરીકે નિમણૂક કરાયેલ છે.
ચાલુ વર્ષે ૫ લાખ જેટલા ઉમેદવારો દેશભરમાંથી યુજીસી નેટની પરીક્ષા આપી હતી. જેમાંથી ૭૫૫૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી હતી. જેમાંથી ૨૧૫૦ વિદ્યાર્થીઓ રીસર્ચ ફેલો તરીકે તથા ૩૬૦૦ વિદ્યાર્થીઓ લેકચરર તરીકે પરીક્ષામાં ઉત્તિર્ણ થયા હતા. મ.સ.યુનિ.ના સાયન્સ ફેકલ્ટીના મેથેમેટીક્સ વિભાગના ૧૧ વિદ્યાર્થીઓએ એક સાથે આ પરીક્ષા પાસ કરી છે. જેમાં ૯ વિદ્યાર્થીઓએ લેકચરર તરીકે જ્યારે ૨ વિદ્યાર્થીઓ જુનિયર રીસર્ચ ફેલો તરીકે પોતાની પી.એચ.ડી. કરશે. મેથ્સ વિભાગ દર વર્ષે એમ.એસ.સી.ના વિદ્યાર્થીઓ માટે એક અઠવાડિયાનું વર્કશોપ યોજે છે. જેમાં અધ્યાપકો તેમજ પૂર્વ રીસર્ચ સ્કોલરો ટ્રેનિંગ આપતા હોય છે. યુ.જી.સી.ની પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓમાં જીગ્નેશ શિંગોડ, સંજય ગોસિયા, નીશા પોખરના, કનુ ભામર, વનરાજ કાગડા, અનુરાગ લીમડા, જયદિપ ચૌહાણ, હરદિપ કોચર, શીતલ જોષી, અજય કંસારા તથા વિજય પંચાલનો સમાવેશ થાય છે.