(એજન્સી) નવી દિલ્હી, તા.ર૬
દિગ્ગજ અભિનેતા રિશી કપૂર હાલમાં પોતાની આવનારી ફિલ્મ ‘‘મુલ્ક’’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ એક પરિવારની કાયદાકીય લડાઈ છે. તેમણે ફિલ્મના પ્રમોશન દરમિયાન કહ્યું કે હાલના સમાજમાં ભાઈચારાની ખૂબ જ જરૂર છે. રિશી કપૂરે કહ્યું કે ભારતમાં કોમી રમખાણોને દૂર કરવા માટે ભાઈચારાની ખૂબ જ જરૂર છે. રિશી કપૂર ‘મુલ્ક’ ફિલ્મમાં મુસ્લિમ પરિવારના મુખ્ય વડીલનો રોલ ભજવી રહ્યા છે. આ ફિલ્મને અનુભવ સિંહાએ ડાયરેકટ કરી છે. તેમણે કહ્યું કે, ઉત્તર કોરિયા અને અમેરિકાએ પોતાની વચ્ચેનો મુદ્દો ઉકેલી લીધો હતો. ભારત અને પાકિસ્તાન આવું કેમ ન કરી શકે. રિશી કપૂર પોતાના સાથી કલાકારો સાથે આ ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા હતા આની સાથે ‘મુલ્ક’ ફિલ્મની ટીમે એક સ્પેશિયલ સર્વ માય મુલ્ક સર્વે પણ લોન્ચ કર્યો હતો. જેમાં તેઓએ ભારતમાં મુસ્લિમો કયા મુદ્દાઓ સામે ઝઝૂમી રહ્યા છે તે વિશે સર્વે કરવામાં આવ્યો હતો. ‘મુલ્ક’ ફિલ્મમાં રિશી કપૂર સાથે તાપસી પન્નુ, પ્રતિક બબ્બર, રજંત કપૂર અને નીતા ગુપ્તા છે.