અમદાવાદ, તા.૬
જેની ઉત્સુકતાપૂર્વક પતંગબાજો રાહ જોઈ રહ્યા હતા તે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવની આવતીકાલે રંગીન, રોમાંચક અને ભવ્ય કાર્યક્રમ વચ્ચે શરૂઆત થઇ રહી છે. રાજ્યના જુદા જુદા શહેરોમાં પણ સાતમી જાન્યુઆરીથી લઇને ૧૪મી જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ ચાલનાર છે. રાજ્યસ્તરીય કાર્યક્રમની શરૂઆત આવતીકાલથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવનાર છે. રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને મુખ્યપ્રધાન વિજય રૂમાણી પતંગ ચગાવીને આની શુભ ૧૪મી જાન્યુઆરી સુધી ચાલનાર આ પતંગ ઉત્સવમાં જુદા જુદા દેશોના પતંગબાજો ભાગ લઇ રહ્યા છે. રાજ્યપાલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પતંગ ઉત્સવની રંગારંગ કાર્યક્રમ વચ્ચે શરૂઆત કરાવશે. ૪૩ દેશોના ૧૫૪ પતંગબાજો આમા ભાગ લઇ રહ્યા છે. વિવિધ રાજ્યોના ૧૧૫ પતંગબાજ પણ આમા ભાગ લઇ રહ્યા છે. પતંગ ઉત્સવની સાથે સાથે રિવરફ્રન્ટમાં ફુડ કોર્ટ, થીમ પેવેલિયનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ એનઆઈડી ખાતે આયોજિત આ પતંગ ઉત્સવના ભાગરુપે યોગા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પતંગ ઉત્સવમાં ગુજરાતના પતંગબાજો પણ ભાગ લઇ રહ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૩૦માં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની શરૂઆત થઇ રહી છે. ગુજરાતના ૪૦૦ પતંગબાજો જોડાયા છે. પતંગ ઉત્સવથી ૨.૮૨ લાખ લોકોને રોજગારી મળી રહી છે. રૂપિયા ૫૭૨ કરોડથી પણ વધુનું ટર્નઓવર આ પતંગ ઉદ્યોગ છે. પતંગ ઉત્સવના એક દિવસ પહેલા અમદાવાદના મેયર બીજલબેન પટેલે રિવરફ્રન્ટ ઉપર પહોંચીને જુદી જુદી તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ વખતે રિવરફ્રન્ટ ફુટકોર્ટની સાથે સાથે થીમ પેવેલિયન, ક્રાફ્ટ બજારનું આયોજન કરાયું છે. પતંગ ઉત્સવમાં વિદેશી પતંગબાજો મુખ્યરીતે આકર્ષણ જમાવી રહ્યા છે. જુદા જુદા આકારની રંગબેરંગી પતંગો તમામનું આકર્ષણનું કેન્દ્ર છે. અમદાવાદની સાથે સાથે વડોદરાના નવલખી મેદાન, રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ, સુરતમાં પણ આનુ આયોજન કરાયુ છે
રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનો થશે પ્રારંભ

Recent Comments