હું ઝીરો ઉમેરવાનું ભૂલી ગઈ હતી : રિયા
(એજન્સી) મુંબઈ, તા.૧૩
લિએન્ડર પેસની તરછોડાયેલ પત્ની રિયાએ આક્ષેપો મૂકયા છે કે, પેસ બેજવાબદાર પિતા છે. રિયા માટે ફકત એ જ વાત દુઃખની નથી પણ એમના વકીલે કોર્ટમાં સુનાવણી દરમિયાન જણાવ્યું કે, અમે ઘરેલું હિંસાની અરજીમાં વળતરની રકમ લખવામાં ભૂલ કરી છે અને એક શૂન્ય ઓછુંં લખ્યું છે જેથી એ રકમ રૂા.૧૦ લાખ થઈ ગઈ છે. ખરેખર અમારી માગણી ૧ કરોડ રૂપિયાની છે. બ્રાંદ્રા મેજીસ્ટ્રેટની કોર્ટમાં રિયાના વકીલે કોર્ટ સમક્ષ પોતાની અરજીની સુનાવણી વખતે જણાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે, મૂળ અરજીમાં વળતરની રકમ ૧ કરોડ જ લખેલ છે. રિયાએ પેસની સામે ઘરેલું હિંસાનો કેસ ર૦૧૪માં દાખલ કર્યો હતો જે કેસ પડતર છે. પણ હાલમાં સુપ્રીમકોર્ટે મુંબઈ કોર્ટને આદેશ કર્યો છે કે, સુનાવણી ૬ મહિનામાં પૂરી કરાય, જેના અનુસંધાને કેસની સુનાવણી શરૂ થઈ છે. સૂત્રો દ્વારા માહિતી મળી છે કે, રિયા પિલ્લાઈએ ભરણપોષણની માગણી કરી હતી અને પેસ ઉપર બેજવાબદાર પિતા હોવાના આક્ષેપો મૂકયા હતા. એમણે આક્ષેપો મૂકયા છે કે, પેસે એમની દીકરીના ખર્ચ માટે કોઈ રકમ આપી નથી. એમણે જૂના ખર્ચાઓ પેટે ૪ર.૩૭ લાખ અને પ્રત્યેક ર.૬ર લાખ રૂપિયા ભરણપોષણની માગણી કરી છે. કોર્ટમાં પેસ એમના પિતા સાથે હાજર હતા. એમણે જણાવ્યું કે રિયાની માગણીઓ અને આક્ષેપો ખોટા છે અને ટકવાપાત્ર નથી.
રિયા પિલ્લાઈ લિએન્ડર પેસ પાસેથી એક કરોડ લેવા માંગે છે

Recent Comments