(એજન્સી) જિદ્દાહ, તા.૩૦
રિયાધમાં આવેલી સામાન્ય કોર્ટે મોઢું ખુલ્લુ રાખીને કોર્ટમાં હાજર રહેતી મહિલાઓના પ્રવેશને મર્યાદિત કરી દેતા નિર્ણયમાં સુધારો કરતાં નવો આદેશ કર્યો છે કે, હવેથી મહિલાઓ તેમનો ચેહરો છુપાવ્યા વિના કોર્ટના પરિસરમાં પ્રવેશી શકે છે. જો કે આ નવા આદેશથી સઉદી અરબમાં મહિલાઓની સુવિધાઓમાં વધારો થતો જઈ રહ્યો છે. તેમની આઝાદી હવે વધી રહી છે. જો કે સામાન્ય અદાલતે ગત વર્ષે આપેલા ચુકાદાને બદલી નાખ્યો છે જેમાં મહિલાઓને સંપૂર્ણપણે શરીરને કવર કરતાં તથા નક્કી માપદંડના આધારે કપડાં પહેરી ચહેરો છુપાવીને કોર્ટમાં હાજર થવાની મંજૂરી આપવામાં આવી હતી. હવે આ ચુકાદો બદલી નાખવામાં આવ્યો છે. શોહરા કાઉન્સિલના સભ્ય અને કિંગ સઉદી યુનિવર્સિટીમાં સહાયક પ્રોફેસર ડો.ઈકબાલ દરનદારીએ કહ્યું કે, કોઈપણ અરજીકર્તાએ એક સરકારી વિભાગમાં આવતાં જરૂરી છે કે, તે પોતાનું ડ્રેસિંગ સ્ટાઈલ મેઈન્ટેન કરે ખાસ કરીને ધાર્મિક માપદંડોને આધારે. જો કે તેમણે એમ પણ કહ્યું કે, તેનો અર્થ એમ નથી કે મહિલાઓ પર અનેક પ્રકારના પ્રતિબંધો લાદી દેવામાં આવે અને ઈસ્લામિક કાયદાઓની ધમકી આપવામાં આવે. મને આશા છે કે, આવા નિર્ણયને દરેક લોકો ટેકો આપશે. મને આશા છે કે, કોર્ટ દ્વારા મહિલાઓના હિતમાં સારો એવો નિર્ણય કરવામાં આવશે. તેમણે કહ્યું કે મને આશા છે કે, આ નિર્ણયથી મહિલાઓ કોર્ટહાઉસમાં સ્વતંત્રતા અનુભવશે અને તેમના મનમાં કોઈપણ પ્રકારનો ખચકાટ જોવા નહીં મળે. હું આ નિર્ણયનો સ્વાગત કરું છું. રિયાધથી હાલા અબ્દુલ્લાહે કહ્યું કે હું ખરેખર ખુશ છું. કેમ કે આ ફક્ત એક સારી દિશામાં ભરેલું પગલું જ નથી. આ ખૂબ જ જરૂરી હતું અને તેમાં વાર કરવામાં આવી છે. જો આપણે ભણેલા-ગણેલા સમાજમાં રહીએ છીએ તો આવી રીતે મહિલાઓને રજૂ થતાં અટકાવવાનો પ્રયાસ કરવો એ યોગ્ય નથી.