(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૨
ઇન્દુલાલ યાજ્ઞિક માસ લીડર હતા તેઓ ગુજરાતના મુખ્યમંત્રી થઇ શક્યા હોત, પરંતુ સત્તાથી દૂર રહ્યા હતા તેઓને સત્તાની ભૂખ ન હતી તેમનું જીવન લોક સમર્પિત હતું. તેમ આજે પ્રો.રિઝવાન કાદરીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.પ્રો. રિઝવાન કાદરીએ નહેરૂ મેમોરિયલ ટ્રસ્ટના સભ્ય છે આજે ઇન્દુલાલ યાજ્ઞિક વડોદરાના ઉપક્રમે શ્રેયસ હાઇસ્કૂલ ખાતે ઇન્દુલાલની ૧૨૮મી જન્મજયંતી નિમિત્તે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તેઓ રીસર્ચ સ્ટુડન્ટ છે અને ગુજરાતના ઇતિહાસના ખૂબ જ અભ્યાસી છે તેમણે વધુમાં કહ્યું હતું કે, ઇન્દુલાલ યાજ્ઞિક લોકજીવનના ભેખધારી વ્યક્તિ હતા. તેમને સત્તાની સહેજે ભૂખ ન હતી. ગુજરાત અલગ થયા પછી તેમણે ધાર્યું હોત તો, પ્રથમ મુખ્યમંત્રી બની શક્યા હોત. પરંતુ સત્તાથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું. તેમનો શોષિતો, દલીતો, ખેડૂતો, આદિવાસીઓને સંગઠિત કરવાનું કાર્ય કર્યું હતું. મારા આજનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું હેતુ ઇન્દુલાલના જીવન ચરિત્ર દર્શાવવાનો છે તેમણે પોતાનું આખું જીવન ગુજરાતને સમર્પિત કર્યું હતું. મહાગુજરાત બનાવવા માટે તેમણે મહા ગુજરાત ચળવળ શરૂ કરી સફળતા હાસલ કરેલી. ગુજરાત લેકે રહેંગેનો નારો…. આપી તેમને લોકનેતૃત્વ પૂરૂં પાડ્યું હતું તેઓ લોક નેતા હતા. કિશાન સંગઠનની સૌપ્રથમવાર સ્થાપના તેઓએ કરી હતી. આઝાદીના સંગ્રામમાં પણ ભાગ લીધો હતો. ગાંધીબાપુના ખૂબ નજીક હતા. તેમને હંમેશા ગુજરાતી ભાષાને મહત્ત્વ આપ્યું હતું. તેમજ તેઓએ મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી હતી તેમ પ્રો. રિઝવાન કાદરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું.
દેશના વર્તમાન ઇશ્યૂ અંગે ગુજરાત ટૂડે પૂછેલા પ્રશ્નોના પ્રત્યુત્તર વાર્તા તેમણે કહ્યું હતું કે, હું રિસર્ચ સ્ટુડન્ટ છું. એટલે રાજકીય પ્રશ્નોનો જવાબ નહીં આપી શકું. તેમણે વધુમાં એમ પણ કહ્યું કે, ઇન્દુલાલે પાવાગઢનું પતન અને યંગ ઇન્ડિયા નામની બે ફિલ્મો પણ બનાવી હતી.