(એજન્સી) પટણા, તા. ૨૭
પટણા આઝાદ મેદાન ખાતેની વિપક્ષી રેલીમાં મુખ્યમંત્રી નીતિશ કુમારને આડે હાથ લેતા લાલુએ કહ્યું કે સીબીઆઈએ નીતિશના ઈશારે અમારા ઘેર દરોડા પાડ્યાં હતા. લાલુએ કહ્યું કે સીબીઆઈએ જુલાઈમાં નીતિશના કહેવાથી મારા ઘેર દરોડા પાડ્યાં હતા. અને તે પ્રમાણે તેજસ્વીનું નામ આરોપી તરીકે લખવામાં આવ્યું હતું. રેેલીમાં ઉપસ્થિત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે ૧૯૭૦ માં નસબંધીને કારણે ઈન્દીરાને સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો અને ૨૦૧૯ માં ન ોટબંધીને કારણે મોદીને સત્તા ગુમાવવાનો વારો આવશે. જીએસટી પર બડાઈ હાંકવાનું બંધ કરવાનું મોદીને જણાવતાં મમતાએ કહ્યું કે પહેલા મોદીએ ન્યૂ ઈન્ડીયા ૨૦૨૨ ના વીઝન પર વાત કરવાને બદલે હરિયાણાની હિંસક ઘટનાઓ પર વાત કરવાનું શીખવું જોઈએ.