અમદાવાદ,તા.ર૪
પોતાની વિવિધ માંગણીઓ સાથે બે દિવસથી હડતાળ પર ઉતરેલા સફાઈ કામદારોએ વિવિધ કાર્યક્રમો આપી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો જયારે શહેરના કેટલાક વિસ્તારોમાં રોડ પર કચરો ઠાલવીને ગંદકીના ્ઢગલા કર્યા હતા તો શહેરની વી.એસ. હોસ્પિટલ ખાતે સૂત્રોચ્ચાર કરી એએમસી સામે છાજિયા પણ લીધા આ વિરોધ કાર્યક્રમોમાં પુરૂષોની સાથે મહિલા સફાઈ કર્મીઓ પણ જોડાયા હતા. અમદાવાદમાં બે દિવસથી સફાઈ કામદારો વિવિધ કાર્યક્રમો આપી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ૧૨ હજાર જેટલા કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે સોમવારે કર્મચારીઓ સામે કાયદેસરના પગલાં લેવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે, તેમની ચીમકીની કોઈ અસર જોવા મળી હોય તેવું લાગી રહ્યું નથી.આજે સફાઇ કર્મચારીઓએ સરસપુર તેમજ થલતેજ ચાર રસ્તા પર કચરો ફેંકીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. રસ્તા પર ફેંકવામાં આવતા કચરાને કારણે વાહન ચાલકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી બહાર સફાઈ કામદારોએ મુંડન કરાવીને દેખાવો કર્યો હતો. સફાઈ કામદારો એએમસી ખાતે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યો હતો. તેમના જણાવ્યા પ્રમાણે ૫૧ જેટલા સફાઈ કામદારો મુંડન કરાવશે. સફાઈ કામદારો માગણી કરી રહ્યા છે કે તેમને કાયમી કરવામાં આવે તેમજ તેમના વારસદારોને પણ નોકરી આપવામાં આવે.
રોડ-રસ્તા પર કચરો ફેંકી, મુંડન કરાવી, છાજિયા લઈ નોંધાવ્યો જબરદસ્ત વિરોધ

Recent Comments