બર્ન, તા.૩
સ્વિત્ઝર્લેન્ડની ટંકશાળ સ્વીઝિમટ આગામી મહિનામાં ૨૦ સ્વીઝ ફ્રેક (સ્થાનિક ચલણ) મૂલ્યનો એક સિલ્વર કોઈન જારી કરશે. આ સિક્કો એટલા માટે ખાસ છે કારણ કે તેમા સ્વિત્ઝર્લેન્ડના દિગ્ગજ ટેનિસ ખેલાડી રોઝર ફેડરર ટેનિસ રેકેટ સાથે જોવા મળશે. સ્વિત્ઝરલેન્ડ સરકારે તેમના આ દિગ્ગજ ખેલાડીના સન્માનમાં આ નિર્ણય લીધો છે. આ સાથે રોજર ફેડરર દેશની એવી પ્રથમ પ્રતિષ્ઠિત વ્યક્તિ બની છે કે જે તેમની હયાતીમાં આ સિક્કા પર સ્થાન મેળવનાર પ્રથમ વ્યક્તિ બની છે.આ સન્માન અંગે ૩૮ વર્ષિય ફેડરરે જણાવ્યું હતું કે સ્વિત્ઝરલેન્ડ અને સ્વીસમિંટનો આ અવિશ્વસનીય માન-સન્માન માટે આભાર વ્યક્ત કર્યો છે. સરકારના મતે ફેડરરના સિક્કા ફક્ત ૯૫,૦૦૦ જેટલા જ બનશે, જેની કિંમત ૩૦ સ્વીત્ઝ ફ્રેક હશે. આ સિક્કામાં ફેડરર બેન્કહેડ કરતો દેશાશે, જ્યારે ૫૦ સ્વીત્ઝ ફ્રેંકવાળા સિક્કામાં ડિઝાઈન અલગ હશે. બીજીબાજુ સ્વિત્ઝર્લેન્ડના સ્ટાર ટેનિસ ખેલાડી રોઝર ફેડરર ફોર્બ્સના વર્ષ ૨૦૧૯માં રૂપિયા ૬૬૭ કરોડની વાર્ષિક આવક સાથે સૌથી ધનવાન ખેલાડીની યાદીમાં પાંચમાં નંબર રહ્યા હતા.તેમણે રૂપિયા ૬૧૩ કરોડની કમાણી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી થઈ હતી. તે રમત-ગમત જગતમાં સૌથી વધારે કમાણી રહી છે. વિશેષ વાત એ છે કે ફેડરર ફક્ત બ્રાન્ડ્‌સને ઓળખ અપાવવા માટે જ તેને એન્ડોર્સ નથી કરતા પરંતુ પોતાની એન્ડોર્સમેન્ટમાં પણ રસ લે છે. એટલે જ તો તેમણે પગરખા (શૂઝ) બનાવતી એક કંપનીમાં રોકાણ કર્યું છે. આ સાથે ટેનિસ બાદ તેમના વધુ શોખ વિશે તાજેતરમાં માહિતી મળી છે.