(એજન્સી) તા.૨૬
રોહિંગ્યા શરણાર્થીઓમાંં ઓછી સંખ્યામાં યુવતીઓએ એવા અહેવાલને સમર્થન આપ્યું છે કે રાખીનેમાં યુદ્ધના હથિયાર તરીકે બળાત્કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાખીનેમાં મ્યાનમાર આર્મી દ્વારા હાથ ધરવામાં આવી રહેલ વંશીય સાફસૂફીમાં બળાત્કારનો આતંક ફેલાવવાના માધ્યમ તરીકે યુદ્ધ અપરાધ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો.
બાંગ્લાદેશની રોહિંગ્યા છાવણીઓમાં બહુ ઓછી ટીનએજર યુવતીઓ છે. ઓગસ્ટમાં લશ્કરી કાર્યવાહી શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં ૪,૨૯,૦૦૦ રોહિંગ્યા શરણાર્થીઓએ બાંગ્લાદેશમાં આશ્રય લીધો છે. યુનિસેફના અહેવાલ અનુસાર તાજેતરના ધસારામાં ૬૦ ટકા શરણાર્થીઓ ૧૮ વર્ષથી નીચેની વયના છે. જો કે મોટી ઉંમરની ટીન એજ યુવતીઓ ઘણી ઓછી છે. મોટા ભાગની છોકરીઓની ઉંમર ૧૦થી ૧૨ વર્ષની છે અથવા તો બાળકો સાથેની મોટી ઉંમરની મહિલાઓનો શરણાર્થીઓમાં સમાવેશ થાય છે. સાઉથઓફ ઓક્સ બજાર નૈયાપરામાં આશ્રય લેનાર શરણાર્થી રાહીમા બેગમે જણાવ્યું હતું કે મારા દીકરાના મારી સામે ટુકડા કરી નાખ્યા હતા અને મારી સગીર દીકરી પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ તેમણે મને મારા ઘરમાંથી બહાર ફેંકી દીધી હતી અને મારી દીકરીને જીવતી સળગાવી દીધી હતી.
બચી ગયેલા કેટલાક શરણાર્થીઓની થરથરાવી મૂકે એવી કહાણી આ સગીર છોકરીઓ પર શું ગુજરી હશે તેનો નિર્દેશ આપે છે. રાહીમા બેગમે જણાવ્યું હતું કે હું જ્યારે મારી દીકરી શબેકુનહાર અને મારા પુત્ર રહમતુઉલ્લા તેમજ મારા બે નાનાં બાળકો સાથે વાત કરી રહી હતી ત્યારે તેઓ મારા ઘરમાં પ્રવેશ્યા હતા. સૈનિકો અને રાખીનેના લોકોએ અમારા ઘરથી એકવાર દૂર આવેલા અન્ય ઘરોને આગ ચાપવાનું શરૂ કર્યુ હતું. તેમણે મારા પુત્ર રહમતુલ્લાને લાત મારીને ઘરની બહાર કાઢ્યો હતો. મારા બીમાર પતિ, મોટા પુત્ર સાથે તેની પત્ની અને પુત્ર તેમજ એક પુત્રીની સાથે ત્યાંથી નાસી જવામાં સફળ રહ્યા હતા પરંતુ મારી બીજી પુત્રીને જીવતી સળગાવી નાખી હતી. તેમણે મારા બીજા પુત્ર હમીદને ઠાર માર્યો હતો.
મેં તેમને મારી ૧૮ વર્ષની દીકરીને જવા દેવા આજીજી કરી હતી. તેમાંના બે સૈનિકોએ મારી પુત્રીને પકડી રાખી હતી અને અન્ય સૈનિકોએ મને મારવાનું શરૂ કયુર્ં હતું. મારી નજર સામે મારી દીકરી પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. જ્યારે મારી દીકરી પર નરાધમો બળાત્કાર ગુજારી રહ્યા હતા ત્યારે બીજા સૈનિકો આનંદની ચિચિયારીઓ પાડતા હતા. આમ રોહિંગ્યા શરણાર્થીઓમાં માસૂમ સગીરાઓ પર બળાત્કાર થયાની અનેક વાતો બહાર આવી છે.