(એજન્સી) મ્યાનમાર, તા.૧પ
લાખો રોહિંગ્યા શરણાર્થીઓને આશ્રય આપનાર બાંગ્લાદેશે જણાવ્યું છે કે, કોઈપણ રોહિંગ્યા શરણાર્થીઓને જબરદસ્તી મ્યાનમાર પરત મોકલવામાં આવશે નહીં. બાંગ્લાદેશના ‘શરણાર્થી રાહત અને વાપસી આયોગ’ના પ્રમુખ અબ્દુલ કલામે જણાવ્યું છે કે, શરણાર્થીઓ સાથે કોઈપણ પ્રકારની બળજબરી કરવામાં આવશે નહીં હું કેમ્પમાં જઈને શરણાર્થીઓ સાથે વાતચીત કરીશ. એમની ઈચ્છા હશે તો જ ટ્રાન્ઝિટ કેમ્પમાં લઈ જવામાં આવશે. જો કે સંયુક્ત રાષ્ટ્રે સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી રોહિંગ્યા શરણાર્થીઓને મ્યાનમાર પરત નહીં મોકલવા જણાવ્યું છે. જો કે પ્રમુખે કેટલા શરણાર્થીઓ પોતાની મરજીથી બાંગ્લાદેશ છોડીને મ્યાનમાર પરત જવા માંગે છે એ સ્પષ્ટ કર્યું નથી. જો કે બાંગ્લાદેશ રર૬ શરણાર્થીઓને પરત મોકલવાની તૈયારી કરી રહ્યું છે. પ્રથમ જથ્થામાં રર૦૦થી વધુ શરણાર્થીઓને પાછા મોકલવાની યોજના છે.