(એજન્સી) નવી દિલ્હી,તા.૮
લોકસભા સચિવાલય દ્વારા જાહેર કરાયેલ એક જાહેરાતમાં બતાવવામાં આવ્યું છે કે અહિંયા આયોજિત ફોરમના સમાપન તબકકાઓમાં મ્યાનમાર પર જે પ્રસ્તાવ ઘોષિત કરવામાં આવ્યો હતો તે પહેલાંથી નકકી કરેલ કાર્યક્રમનો ભાગ ન હતો. જેના લીધે ભારતે આમા ભાગ ન લીધો ભારતના એક સાંસદ પ્રતિનિધિ મંડળ લોકસભા સ્પીકર સુમિત્રા મહાજનના નેતૃત્વમાં ઈન્ડોનેશિયાની યાત્રા પર છે. આ અવસરે પ્રતિનિધિ મંડળે અહિંયા થયેલ ખાલી ઘોષણપત્રથી પોતાને અલાયદા રાખ્યા હતા. આ પ્રતિનિધિ મંડળ અર્ધ સમયના વિકાસ મુદ્દે આયોજિત થયેલ ‘વર્લ્ડ પાર્લામેન્ટરી ફોરમ’માં ભાગ લેવા આવ્યા હતા. આ અવસરે મ્યાનમાર વિરુધ્ધ આ પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો હતો. ભારતે કહ્યું કે પાર્લામેન્ટરી ફોરમનો ઉદ્દેશ અર્ધસમયના વિકાસના લક્ષ્યો પર ચર્ચા કરવાનો હતો. મ્યાનમારના વિરુધ્ધ પ્રસાત પાટિલ કરવાના કોઈપણ કાર્યક્રમના આ ફોરમનો ભાગ ન હતો. જેને લીધે ભારતે આ કાર્યક્રમમાં ભાગ ન હતો લીધો.