(એજન્સી) તા.૧૦
નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત પાકિસ્તાનની મલાલા યુસુફજાઈ એ મ્યાનમારના રાખિનેમાં રોહિંગ્યા મુસ્લિમો વિરૂદ્ધ જારી હિંસા પર ચાર સપ્ટેમ્બરના રોજ નિવેદન આપ્યું હતું. આ નિવેદનમાં મલાલએ કહ્યું હતું કે જ્યારે પણ તે મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમોની પીડાના સમાચારો જુએ છે ત્યારે તે અંદરથી દુઃખી થઈ જાય છે.
મલાલએ પોતાના નિવેદનમાં આગળ લખ્યું, હિંસાને અટકાવવી જોઈએ, મેં મ્યાનમારના સુરક્ષાદળો દ્વારા માર્યા ગયેલ નાના બાળકોની તસવીર જોઈ, એ માસૂમ બાળકોએ કોઈના પર હુમલો કર્યો ન હતો તેમ છતાં તેમને બે-ઘર કરવામાં આવ્યા. તેઓનું ઘર મ્યાનમારમાં નથી તો તેઓ પેઢીઓથી ક્યાં રહી રહ્યા છે ?
સ્અ જીંટ્ઠંદ્બીહંર્ હ ંરી ઈંર્ઇરૈહખ્તઅટ્ઠ
મલાલનું નિવેદન :-મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમોની પીડાના સમાચાર સાંભળી હું ખૂબ જ દુઃખ થઈ જાઉ છું, રોહિંગ્યા મુસ્લિમોને મ્યાનમાર નાગરિકતા આપે. અન્ય દેશોએ પણ જેમાં મારો દેશ પાકિસ્તાન પણ સામેલ છે. તેણે બાંગ્લાદેશની જેમ વિસ્થાપિત રોહિંગ્યા મુસ્લિમોને જરૂરી વસ્તુઓ પહોંચાડવી જોઈએ.
હું ગત કેટલાક વર્ષોથી આ ત્રાસદાયક અને શરજનક વ્યવહારની નિંદા કરૂં છું. હું નોબેલ પુરસ્કારથી સન્માનિત આંગ સાન સૂ કી તરફ કોઈ કડક પગલાં લેવાની રાહ જોઈ રહી છું. મારી સાથે વિશ્વના તમામ રોહિંગ્યા પણ રાહ જોઈએ બેઠા છે. મલાલએ આ નિવેદન ટ્‌વીટ પર જારી કર્યું હતું. આ નિવેદનની પ્રતિક્રિયામાં ઘણાં લોકોએ તેમને હકારાત્મક અને નકારાત્મક જવાબ આપ્યા છે. કેટલાક લોકોએ એવું પણ કહ્યું કે મલાલા કેમ પાકિસ્તાન સરકારથી કહેતી નથી કે રોહિંગ્યા માટે દરવાજા ખોલે. હવે આ મુદ્દે ચીનના સરકારી સમાચાર ગ્લોબલ ટાઈમ્સે પણ મલાલાને ઘેર્યા છે. ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે કે મલાલાને પોતાની ફેલો નોબેલ પુરસ્કાર વિજેતા આંગ સાન સૂ કીની આલોચના કરતા પહેલાં રાખિને પ્રદેશમાં હિંસાથી જોડાયેલ તથ્યોને જાણવા જોઈએ.
ગ્લોબલ ટાઈમ્સે લખ્યું આ સંકટ મુસ્લિમ ચરમપંથીઓએ ઊભું કર્યું છે જેમણે મ્યાનમારમાં સરકારી દળો પર હુમલા શરૂ કર્યા હતા. આગળ ચાલીને ગ્લોબલ ટાઈમ્સે આગળ લખ્યું છે. મલાલા પોતાના દેશમાં એેવા ઘણાં મુદ્દા છે જેનાથી તે પોતે અજાણ છે. એવી જ રીતે આ સમસ્યા વિશે પણ તેમની પાસે અધૂરી જાણકારી છે. ચીને આ સરકારી સમાચારને લખ્યું છે કે મ્યાનમારમાં રોહિંગ્યા સંકટ ઘણું જટિલ છે અને એનું સમાધાન ટૂંકા સમયમાં કરી શકાય એમ નથી. મલાલાને તાલિબાનની સાથે નિડર થઈને લડવા માટે નોબેલ આપવામાં આવ્યું હતું. મલાલા પોતે જ આતંકવાદીથી પીડિત રહી છે. તેમને પોતાના અનુભવોને આધારે મુસ્લિમ આતંકવાદીઓ વિશે વિચારવું જોઈએ. મુસ્લિમ આતંકવાદી સમૂહ અને કથિત ઈસ્લામિક સ્ટેટ જેવા સંગઠનો સમગ્ર વિશ્વમાં ઘણાં હુમલાના જવાબદાર છે. મ્યાનમારમાંં ચરમપંથીઓ વિરૂદ્ધ કાર્યવાહી વિશે મલાલા સંપૂર્ણ અજાણ છે. તેમણે મ્યાનમારની સ્થિતિ અંગે વધુ અભ્યાસ કરવો જોઈએ. સૂ કી વિરૂદ્ધ મલાલાની આલોચના સંપૂર્ણ અનુચિત છે. શાંતિની દૂત બનવા હજી ઘણું શીખવાની જરૂર છે. ર૦૧રમાં મલાલાની મુસ્લિમ ચરમપંથીઓએ લગભગ હત્યા કરી નાખી હતી અને મલાલાએ પહેલાં એવા મુસ્લિમ ચરમપંથીઓને નિશાના પર લેવા જોઈએ.
મલાલાના આ નિવેદન પર ભારતના લોકોની પ્રતિક્રિયા સામે આવી છે. વરિષ્ઠ પત્રકાર તવલીન સિંહે મલાલા પર નિશાન સાધતા કહ્યું છે કે, અન્ય નોબેલ વિજેતાઓની જેમ મલાલા એ પાકિસ્તાની આર્મી જે બલુચિસ્તાનમાં કરી રહી છે તેની નિંદા કરતા ક્યારેય જોયું નથી.