મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમો સાથે જે અમાનવીય વ્યવહાર થઈ રહ્યો છે તેને લઈને સમગ્ર વિશ્વની માનવતા આંસુ સારી રહી છે નિર્દોષ માનવીઓની આ રીતે થઈ રહેલી ક્રૂર હત્યાઓથી આંખોની સાથે હૃદય પણ રડી પડ્યા છે ત્યારે રોહિંગ્યા મુસ્લિમો પર થતા અત્યાચાર અને અમાનવીય કૃત્યો સામે અમદાવાદના જુહાપુરા વિસ્તારના તમામ મુસ્લિમ બિરાદરોએ એક સાથે મળી શુક્રવારના રોજ સ્વયંભૂ બંધ પાળ્યો હતો. પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને બેનરો સાથે રાખીને સૂત્રોચ્ચાર કરી આ અમાનવીય ઘટનાઓને સખત શબ્દોમાં વખોડી કાઢી આવી નિંદનીય અને શરમજનક ઘટનાઓ તાત્કાલિક બંધ થાય તે માટે દેખાવો કર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.