(એજન્સી) નવી દિલ્હી,તા.૮
મ્યાનમારના રોહિંગ્યા મુસ્લિમ ભયાનક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. પોતાના દેશમાં જ પારકા થઈ ગયેલા રોહિંગ્યા મુસ્લિમોને કોઈપણ દેશ શરણ આપવા તૈયાર નથી. ભારતમાં ગેરકાયદેસર રીતે આશરે ૪૦ હજાર રોહિંગ્યા મુસ્લિમ રહી રહ્યા છે. જેને પાછા મોકલવાની અવાજ પણ ઉઠાવવામાં આવી રહી છે. એવામાં રોહિંગ્યા મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચારના દુઃખની પીડા ભારતના મુસ્લિમ ધર્મગુરૂઓ અને આગેવાનો પણ છે. દિલ્હીના જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહમદ બુખારીએ કહ્યું કે મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમો સાથે જે રીતે બર્બરતાથી અત્યાચારો થઈ રહ્યા છે. એ માનવતાને શર્મસાર કરી રહ્યા છે. મોદી સરકારથી અમે આશા રાખી શકીએ કે માનવતા બતાવતા મ્યાનમાર સરકાર પણ દબાણ કરે જેથી ત્યાંની સરકાર હિંસા અને હત્યાઓ રોકી શકે હિન્દુસ્તાન સદીઓથી મુશ્કેલીમાં રહેતા લોકોની મદદ કરતું આવ્યું છે એવામાં રોહિંગ્યા મુસ્લિમો માટે પણ ભારતે પોતાની પરંપરા નિભાવવી જોઈએ.
દિલ્હીના ફતેહપુર મસ્જિદના ઈમામ મૌલાના મુફતી મુકર્રમએ કહ્યું કે, મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમો પર સરકારનો અત્યાચાર જારી છે અને દુનિયા આ અંગે મૌન છે. મ્યાનમારમાં સ્પષ્ટ રીતે માનવ અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને સંયુકત રાષ્ટ્ર મૌન બેઠું છે જયારે યુએનએ આ મામલે દખલગીરી કરવી જોઈએ જેથી ત્યાં શાંતિ સ્થાપી શકાય ભારતમાં રહેતા રોહિંગ્યા મુસ્લિમોને ત્યાં શાંતિ થયા બાદ પાછા ત્યાં મોકલવામાં આવે અને પહેલાં તેમને પાછા મોકલવા માનવતાની વિરુધ્ધ હશે. શિયા ધર્મગુરૂ મૌલાના કલ્બે સશૈદે કહ્યું કે, હું હંમેશા ગરીબની સાથે અને ખરાબની વિરુધ્ધમાં રહ્યો છું. કોઈપણ સરકાર કે વિરાસતમાં મળેલી હુકૂમત બે જ હાલાતોમાં ચાલે છે ન ઈમાનથી હટીને હોય ન તો માનવતાને હટીને હોય. રોહિંગ્યા મુસ્લિમોની તસવીર જોઈને અહેસાસ થયો કે મ્યાનમારની સરકાર ક્રૂર થઈ ગઈ છે. રોહિંગ્યા મુસ્લિમ મામલા પર સઉદીનું મૌન પણ સમજની બહાર છે. સઉદી જેને હાથથી તેલ આપે છે એ હાથ તેમના ભાઈઓના લોહીથી ખરડાયેલા છે. સઉદી અરબને લાગે છે પોતાની વિદેશનીતિ બદલી નાખી છે એના માટે જ તેઓ મૌન ધારણ કરી બેઠા છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય કમાલ ફારૂકી કહે છે કે મ્યાનમારમાં ઘણા સમય પહેલાં જ રોહિંગ્યા મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યો છે અને યુએનથી લઈને દુનિયાભરના લોકો મૌન છે. આંગ સાન સૂ કીને શાંતિ માટે મળેલ નોબલ પુરસ્કારનો પાછો લેવો જોઈએ કારણ કે આજે તેઓ શાંતિના વિરૂધ્ધ છે ભારતમાં આ પીડિતોને ધર્મની નજરે જોવામાં આવી રહ્યા છે.
ભારતના કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી કિરણ રિજ્જુનું નિવેદન પણ શર્મસાર કરવા જેવું છે. હિન્દુસ્તાનની પહેલાંથી આવી નીતિ રહી છે કે તે હંમેશા પીડિતોની મદદ કરે છે. શ્રીલંકાથી આવેલા તમિલ હોય કે અફઘાનિસ્તાનથી આવેલા અફઘાની બધાને શરણ આપી છે. બાંગ્લાદેશથી આવેલા હિન્દુઓને નાગરિકતા આપવાની વાત થાય છે. પણ પીડિત રોહિંગ્યા મુસ્લિમોને પાછા મોકલવાની વાત કરી રહ્યા છે. જમાત-એ-ઈસ્લામીએ હિન્દુના મહાસચિવ સલીમ એન્જિનિયરે કહે છે કે, અમે આશા રાખીએ છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોહિંગ્યા મુસ્લિમોના મામલે ખુલીને મ્યાનમારમાં બોલે પણ તેમણે નિરાશ કર્યા છે. ભારતનો બર્મા સાથે એક સંબંધ રહ્યો છે એવામાં ભારત રોહિંગ્યા મુસ્લિમ મુદ્દે સમાધાન કરી શકે છે. રોહિંગ્યા મુસ્લિમ મોટી સંખ્યામાં ભારતમાં રહી રહ્યા છે. આની વચ્ચે સાંપ્રદાયિક લોકો તેમને આવી હાલતોમાં મ્યાનમાર પાછા મોકલવાની વાત ઉઠાવી રહ્યા છે. જયારે આંતરરાષ્ટ્રીય કાયદા અને માનવતા બંને આવી પરવાનગી નથી આપી રહ્યા.