(એજન્સી) નવી દિલ્હી, તા.૬
ગૃહમંત્રાલયે દેશમાં રહેતા રોહિંગ્યા મુસલમાનોની ઓળખ કરવા માટે સૂચના જારી કરવામાં આવી છે. ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા રોહિંગ્યાની ઓળખ કરીને તેમને બહાર હાંકી કાઢવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી મ્યાનમારમાં રોહિંગ્યા મુસલમાનોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યા બાદ આ સૂચના સામે આવી છે. સૂચનામાં રોહિંગ્યા મુસલમાનોથી ખતરાની વાત પણ કહેવામાં આવી છે. હાલ ભારતમાં કાયદેસર રીતે અલગ અલગ રાજ્યોમાં ૪૦ હજાર રોહિંગ્યાઓ રહે છે. જણાવવામાં આવી રહ્યું છે કે મોટાભાગે રોહિંગ્યાઓ જમ્મુ કાશ્મીર, હૈદરાબાદ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, દિલ્હી એનસીઆર અને રાજસ્થાનમાં રહે છે. ભારતમાં સૌથી વધુ રોહિંગ્યા મુસ્લિમો જમ્મુમાં વસેલા છે, અહીં આશરે ૧૦ હજાર રોહિંગ્યા મુસલમાનો વસે છે. સરકારનું માનવંુ છે કે આતંકી સંગઠન રોહિંગ્યા મુસલમાનોનો ભારત વિરૂદ્ધ આતંકી ઘટનાઓમાં ઉપયોગ કરી શકે છે. સરકારને એવી માહિતી પણ મળી છે કે પાકિસ્તાનથી ઓપરેટ કરી રહેલા આતંકી સમૂહ તેમને ફસાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે. તેવામાં સરકાર ભારતમાં શરણ લઇ રહેલા ૪૦ હજાર રોહિંગ્યા શરણાર્થીઓને ૪૯ હજાર વિસ્ફોટકોના ઢગના સંભવિત જોખમરૂપે જોઇ રહી છે.