(એજન્સી) ટોરન્ટો, તા.૩
મ્યાનમારમાં રોહિંગ્યા મુસલમાનો પર કરાયેલા અત્યાચારમાં ભાગીદારી માટે મ્યાનમારના નેતા આંગ સાન સૂ કીને અપાયેલ કેનેડાનું નાગરિકત્વ કેનેડાની સાંસદે પરત ખેંચી લીધું હતું. સેનેટે મ્યાનમારની નેતા સૂચિને ર૦૦૭માં અપાયેલ પ્રતિકાત્મક સન્માન પરત લેવા સર્વસંમતિથી મતદાન કર્યું. અગાઉ હાઉસ ઓફ કોમને પણ આ મુજબ સર્વસંમતિથી માનદ્‌ નાગરિકતા પરત લેવા માટે મતદાન કર્યું હતું. ઉપરી સદનમાં આ કદમ ત્યારબાદ લેવાયું. સૂચિ પહેલી વ્યક્તિ છે જેની કેનેડાએ નાગરિકતા છીનવી લીધી છે. યુનોની તપાસ ટીમે રિપોર્ટમાં કહ્યું હતું કે, મ્યાનમારની સેનાએ હજારો રોહિંગ્યા નાગરિકોની યોજનાબદ્ધ હત્યા કરી હતી. સેંકડો ગામો સળગાવી દીધા હતા. જાતિસંહાર કર્યો. બળાત્કારની ઘટનાઓને અંજામ આપ્યો. વિદેશમંત્રી ક્રિસ્ટીયા ફ્રિલેન્ડના પ્રવક્તાએ કહ્યું કે, સર્વસંમતિથી નાગરિકતા પરત ખેંચાઈ છે. ૭ લાખ રોહિંગ્યાને રાખીને પ્રાંતમાંથી સેનાએ હાંકી કાઢ્યા હતા. જેઓ બાંગ્લાદેશમાં શરણ લઈ રહ્યા છે. સૂ કી દ્વારા રોહિંગ્યા નરસંહારની નિંદાનો ઈન્કાર કરાતાં કેનેડીયન નાગરિકત્વ છીનવી લેવાયું હતું.