(એજન્સી) મ્યાનમાર, તા.ર૬
રોહિંગ્યા કટોકટી દરમિયાન હત્યાઓ, જાતીય હુમલાઓ સહિત ગંભીર અધિકારોનું ઉલ્લંઘન કરવાના આરોપમાં તાજેતરમાં ઈયુ પ્રતિબંધ લગાડવામાં આવેલ ટોચના સુરક્ષા અધિકારીની હકાલપટ્ટી કરવામાં આવી છે. એમ મ્યાનમાર સેનાએ જણાવ્યું હતું. મ્યાનમાર પર રાખિને રાજ્યમાં કટોકટીને કારણે ૭ લાખ લોકોને ભાગવા મજબૂર કરવાનો આરોપ છે. સંયુક્ત રાષ્ટ્ર અને પ્રમુખ પશ્ચિમી શક્તિઓએ જેને વંશીય સફાયો કર્યો છે. સેનાએ સોમવારે ફેસબુક પર પોસ્ટમાં લખ્યું હતું કે, રાખિનેમાં પશ્ચિમી કમાન્ડના પૂર્વ પ્રમુખ મેજર જનરલ મોંગ મોંગ સોઈને ખરાબ પ્રદર્શન બદલ બરતરફ કરવામાં આવ્યા હતા. એક યુરોપિય સંઘ દ્વારા સાત સુરક્ષા અધિકારીઓના મુકાબલે યાત્રા પર પ્રતિબંધ અને સંપત્તિ જપ્ત કરાઈ હોવાની ઘોષણા બાદ ફેસબુક પર પોસ્ટ કરવામાં આવી હતી. ફેસબુક પરની પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, રાખિને રાજ્યની સ્થિરતા માટે કામ સોંપાયા દરમિયાન નબળા પ્રદર્શન માટે જવાબદાર હોવાનું નિરીક્ષણ થયા બાદ પશ્ચિમી કમાન્ડમાં તેમની પદવીમાંથી દૂર કરવામાં આવ્યા હતા.