(એજન્સી) રંગુન, તા.૬
વડાપ્રધાન મોદીએ આજે મ્યાનમારમાં સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સૂ કી સાથે બેઠકમાં રોહિંગ્યા પ્રાંતમાં હિંસા અને ચિંતા વ્યકત કરી હતી. મ્યાનમારની સેના ત્રાટક્તા ૧.ર૩ લાખ રોહિંગ્યાના મુસ્લિમો મ્યાનમારથી ભાગીને બાંગ્લાદેશ આવી પહોંચ્યા છે. એક તરફ રોહિંગ્યા મુસ્લિમોની સમસ્યા ગંભીર બની છે તો બીજી તરફ મોદી સરકારે ભારતમાં વસતા ૪૦ હજાર ગેરકાયદેસર રોહિંગ્યા વસાહતીઓને પાછા મ્યાનમાર મોકલવાનો નિર્ણય કર્યો છે. જે અંગે સુપ્રીમકોર્ટે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો છે. રોહિંગ્યા મુસ્લિમોની હકાલપટ્ટીને વિશ્વ સમુદાયે ધિક્કારી છે. બીજી તરફ ૧૯૬રમાં આવી જ સ્થિતિનું નિર્માણ થયું હતું. મ્યાનમારના સેનાપ્રમુખ નીવીને બળવો કરી સત્તા પ્રાપ્ત કર્યા બાદ હજારો ભારતીયોને દેશ છોડવા મજબૂર કર્યા હતા. બર્માના શાસક સેના પ્રમુખે સમાજવાદની નીતિ અપનાવી વિદેશીઓને વિખુટા પાડયા હતા જેમાં બર્મીઝ ભારતીયોનો પણ સમાવેશ થાય છે. જનરલ નીવન્સે પેઢીઓથી બર્મામાં રહેતા મોટા ધંધાદારીઓ અને સરકારી નોકરીયાતો હતા. જે બ્રિટિશ શાસનમાંથી હતા. અંદાજે ૪ લાખ બર્મીઝ ભારતીયો મ્યાનમારમાં રહેતા હતા. ભારત સરકારે ફેરી અને વિમાનો દ્વારા ૧ લાખ ભારતીયોને સ્વદેશ લાવવા જહેમત ઉઠાવી હતી. મ્યાનમાર સરકારે ભારતીયોને કોઈ વળતર કે મદદ આપી ન હતી. સેના શાસકે ભારતીયોના ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ કરી જપ્ત કર્યા હતા. આ સ્થળાંતર ૧૯૬૯થી ૭૦ સુધી સતત ચાલ્યું. જેમાં બર્મીઝ ભારતીય ઉદ્યોગપતિઓને ઘણું નુકસાન થયું. બર્મામાંથી ભારતીયોના બળજબરીથી સ્થળાંતર બાદ ભારત-મ્યાનમારના સંબંધોમાં ભારે ઓટ આવી હતી. સેના શાસક નીવન્સની બર્મીઝ રોડ ટુ ઓસિયાલિઝમ નીતિ પ૦ વર્ષ ચાલ્યા બાદ ભારત સાથેના સંબંધોમાં કોઈ નિકટતા આવી ન હતી. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બર્માની મુલાકાતે ગયા છે ત્યારે તેઓ ત્યાં રહેતા ભારતીયોની સાથે વિચારોનું આદાન-પ્રદાન બાદ બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો થાય તેવી અપેક્ષા રખાય છે. તે માટે ભૂતકાળને બાજુમાં રાખી સદીઓ જૂની સાંસ્કૃતિક મડાગાંઠ ઉકેલાય.