મુંબઈ,તા.૨૯
એશિયા કપ ૨૦૧૮ના પુર્ણ થવા સાથે જ તમામ ક્રિકેટ પ્રેમીઓની નજર વેસ્ટ ઈંડીઝ સામે યોજાનારી ટેસ્ટ સીરીઝ પર મંડાઈ છે. આ સીરીઝ માટે ટીમ ઈંડિયાની ઘોષણા રવિવારે થવાની છે. સૂત્રોનું માનીએ તો પોતાની કપ્તાનીમાં ભારતીય ટીમને એશિયા કપનો ખિતાબ અપાવનાર રોહિત શર્માની ટેસ્ટ ટીમમાં ફરી વાપસી થાય તેમ છે, ત્યાં ટૂર્નામેન્ટના ટોપ સ્કોરર શિખર ધવનને ચાન્સ નહીં મળે. તેની જગ્યાએ કે એલ રાહુલ સાથે યુવા બેટ્‌સમેન પૃથ્વી શૉ ઓપનીંગ કરતો જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે જોરદાર ફોર્મમાં ચાલી રહેલો રોહિત શર્મા એશિયા કપમાં ૧૦૫.૬૭ની રેટથી ૩૧૭ રન બનાવી ચુક્યો છે.ઈંગ્લેન્ડ સામે છેલ્લા ટેસ્ટમાં સદી મારનાર લોકેશ રાહુલને નક્કી કરાય તેવું લગભગ નક્કી છે. સૂત્રોના કહ્યા અનુસાર, પૃથ્વી શૉ વેસ્ટ ઈંડીઝ સામે પોતાના ટેસ્ટ કરિયરની શરૂઆત કરી શકે છે. એટલું જ નહીં, દીલીપ ટ્રોફીમાં સૌથી ઓછી ઉંમરમાં સદી લગાવવાનો રેકોર્ડ પોતાના નામે કરનાર શૉને ઓસ્ટ્રેલિયા સિરીઝ પ્રવાસ પર પણ ટીમમાં શામેલ કરાશે, જે આ વર્ષે ડિસેમ્બરમાં થશે.એશિયા કપના ૫ મેચોમાં ૬૮.૪ની રેટથી ૩૪૨ રન બનાવનાર શિખર ધવનને લઈને સૂત્રોનું કહેવું છે કે બંને અલગ ફોર્મેટ છે. જરૂરી નથી કે વનડેના પ્રદર્શનના કારણે ટેસ્ટમાં પણ તેને ચાન્સ આપવામાં આવે.