મુંબઈ,તા.૧૪
ભારતે વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની વીના વેસ્ટઇન્ડિઝનો ટી-૨૦માં સુપડા સાફ કરી દીધા પરંતુ ગત કેટલાક દિવસોથી આ ટીમથી ધોનીની અનુપસ્થિતિને લઇ ખુબ જ ચર્ચાઓ થઇ રહી છે. હવે આ મુદ્દા પર ટીમના કેપ્ટન રોહિત શર્માએ પણ પોતાનો પક્ષ મૂક્યો છે.
રોહિતે આ મામલામાં કહયું છે કે, ધોનીનું ટી-૨૦ ટીમમાં સામેલ ન થવું એક ખુબ જ મોટુ નુક્સાન છે. તેણે કહ્યું, ધોની શ્રીલંકામાં નિદાહાસ ટ્રોફીમાં પણ ટીમનો ભાગ ન હતાં, તેમના ના હોવાથી ટીમમાં એક મોટુ નુકસાન હોય છે. તેમની હાજરી માત્ર મારૂ જ નહી પરંતુ ટીમનાં અન્ય ખેલડીઓનું મનોબળ પણ વધારે છે. યુવા ક્રિકેટરો માટે તેઓ ખુબ જ સારા મદદગાર સાબિત થાચીફ સિલેક્ટર્સ એમએસકે પ્રસાદે જ્યારે વેસ્ટઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા માટે ભારતીય ટી-૨૦ ટીમની ઘોષણા કરી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે, ધોનીનું ટી-૨૦ કરિયર સમાપ્ત થયુ નથી. આ પગલું તેમના વિકલ્પોને શોધવા માટે ઉઠાવવામાં આવ્યું છે. ટીમ ઇન્ડિયા અત્યાર સુધીમાં ૧૦૭ ટી-૨૦ મેચ રમી ચૂકી છે. જેમાથી ૯૩ મેચોમાં ધોની ટીમનો ભાગ હતો.