બ્રિસ્ટલ, તા.૯
મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ રોહિત શર્મા (અણનમ ૧૦૦)ની કારકિર્દીની ત્રીજી સદી અને હાર્દિક પંડ્યા (૧૪ બોલમાં ૩૩ રન)ની શાનદાર ઈનિંગથી ભારતે ઈંગ્લેન્ડને સાત વિકેટે હરાવી ટવેન્ટી-ર૦ સિરીઝ ર-૧થી જીતી. રોહિત ટવેન્ટી-ર૦ કારકિર્દીની ત્રીજી સદી ફટકારી તે ટવેન્ટી-ર૦ મેચોમાં સૌથી વધારે સદી બનાવવાના મામલામાં ટોપ પર પહોંચી ગયો છે. તે ન્યૂઝીલેન્ડના કોલીન મુનરો (ત્રણ સદી) સાથે પ્રથમ નંબરે છે. ક્રિસ ગેલ, લોકેશ રાહુલ, મેકસવેલ, ફિન્ચ, લુઈસ, બ્રેડન મેકુલમ, અને ગુપ્ટીલ, બે-બે સદી સાથે બીજા નંબરે છે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ત્રીજી ટવેન્ટી-ર૦ મેચમાં રોહિત શર્માએ બે હજાર રન પણ પૂરા કરી લીધા. આ સિદ્ધિ મેળવનાર તે ભારતનો બીજો અને વિશ્વનો પાંચો બેટ્‌સમેન છે રોહિત પહેલા મેકુલમ, ગુપ્ટીલ, શોએબ મલિક અને વિરાટ કોહલી આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.