મોસ્કો,તા. ૧૪
રશિયામા વર્લ્ડ કપની શરૂઆત થયા બાદ બીજા દિવસે ૧૫મી જુનના દિવસે ત્રણ મેચો રમાનાર છે. જે પૈકીની પ્રથમ મેચ ઇજિપ્ત અને ઉરુગ્વે વચ્ચે રમાનાર છે. આ મેચનુ પ્રસારણ આવતીકાલે સાંજે ૫-૩૦ વાગેથી કરવામાં આવનાર છે. જ્યારે બીજી મેચ મોરક્કો અને ઇરાન વચ્ચે રમાનાર છે. આવી જ રીતે ત્રીજી મેચ પોર્ટુગલ અને સ્પેન વચ્ચે રમાનાર છે. તમામ સ્ટાર ખેલાડી મેદાનમાં ઉતરનાર છે. જેમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સ્પેન સામે કેવો દેખાવ કરે છે તે બાબત પણ ચાહકોની નજર રહેશે. બીજી બાજુ સ્પેન તરફથી રામોસ, સિલ્વા, જેવા ખેલાડી મેદાનમાં કુશળતા દર્શાવે માટે તૈયાર છે. આ મેચનુ પ્રસારણ રાત્રે ૧૧-૩૦ વાગેથી કરવામાં આવનાર છે. ઇજિપ્ત તરફથી ધરખમ સ્ટાર મોહમ્મદ સલાહ રમે છે કે કેમ તેના પર કરોડો ચાહકોની નજર રહેશે. રશિયામાં આયોજિત ફિકા વર્લ્ડ કપમાં પ્રથમ વખત વિડિયો રેફરીની ગોઠવણી કરવામાં આવી છે. નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ૨૧મા ફીફા વર્લ્ડ કપને લઇને તમામ ટીમો સજ્જ થઇ ચુકી છે. વર્તમાન ચેમ્પિયન જર્મની આ વખતે પણ ફોટફેવરીટ તરીકે છે. બ્રાઝિલને પણ દાવેદાર ગણવામાં આવે છે. જર્મનીમાં વર્ષ ૨૦૦૬માં આનુ આયોજન કરવામાં આવ્યા બાદ આ પ્રથમ વર્લ્ડ કપ છે જેનુ પૂર્વીય યુરોપમાં પ્રથમ વખત આનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે.