જોત જોતામાં તો માહે રમઝાનના છ રોઝા તો પૂર્ણ થઈ ગયા અને આ મુબારક મહિનાનો પ્રથમ અશ્રહ એટલે કે દસ દિવસ પણ પૂર્ણતાને આરે પહોંચી ગયો છે. વિશ્વભરના મુસ્લિમો રમઝાનમય બની ચૂક્યા છે અને ઈબાદતોના પ્રવાહમાં વહી રહ્યા છે.
વહેલી પરોઢથી લઈને સમી સાંજ સુધી કરવામાં આવતા રોઝા દરમિયાન મુસ્લિમો ફઝર, ઝોહર અને અસરની નમાઝ અદા કરે છે ત્યારબાદ સમી સાંજે ઈફતારી-મગરીબની નમાઝ પઢે છે. રાવલપિંડીની જામિયા મસ્જિદમાં રોઝા ખોલ્યા બાદ મગરીબની નમાઝની તૈયાર કરી રહેલા નમાઝીઓ જોવા મળી રહ્યા છે.