જોત જોતામાં તો માહે રમઝાનના દસ રોઝા તો પૂર્ણ થઈ ગયા અને આ મુબારક મહિનાનો પ્રથમ અશ્રહ એટલે કે દસ દિવસ પણ પૂર્ણ થઈ ગયો છે. વિશ્વભરના મુસ્લિમો રમઝાનમય બની ચૂક્યા છે અને ઈબાદતોના પ્રવાહમાં વહી રહ્યા છે.
તુર્કીમાં આવેલા ઈસ્તંતબુલની એક તસવીર અહીં રજૂ કરાઈ છે. આ તસવીરમાં સુલ્તાન અહેમદ સ્ક્વેરમાં રોઝા ખોલી રહેલા મુસ્લિમ ભાઈઓ-બહેનો જોવા મળી રહ્યા છે.