આ વખતે માહે મુબારક રમઝાનનો વિશ્વભરમાં એક સાથે પ્રારંભ થયા બાદ તેનો પ્રથમ અશ્રહ (પ્રારંભિક દસ દિવસ) જોતજોતામાં તો મધ્યાહને પહોંચી ગયો છે. અલ્લાહની ઈબાદતમાં મશગૂલ બની ગયેલા દુનિયાભરના મુસ્લિમો રમઝાનને કઈ રીતે ઉજવી રહ્યા છે તેની ઝલક અત્રે તસવીરો દ્વારા દર્શાવી રહ્યા છીએ.
પ્રસ્તુત તસવીરમાં ફિલિપાઈન્સના મેટ્રો મનિલામાં આવેલા ટોન્ડો શહેરના બસેકોમાં એક મસ્જિદની બહાર પાર્ક કરેલી એક મોટરસાઈકલની ઉપર ફિલિપિનો મુસ્લિમ બાળક નમાઝ પઢતો જોવા મળી રહ્યો છે. આ તસવીરમાં રહેલું બાળક આપણને એ જ શીખવે છે કે અલ્લાહની બંદગી કરવા પાક નિયત હોવી જરૂરી છે. જે અલ્લાહ સાથેનો આપણો તાલ્લુક મજબૂત બનાવે છે.