લંડન,તા.૨૨
પોર્ટુગલના સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ બુધવારે સ્વીકાર્યું કે, આર્જેન્ટિનાના ખેલાડી લિયોનલ મેસ્સી સાથેની સ્પર્ધાએ તેમને શ્રેષ્ઠ ખેલાડી બનાવ્યા છે. મેસ્સીની સાથે સ્વસ્થ સ્પર્ધાથી તેમને આનંદ મળે છે.
રોનાલ્ડોએ જણાવ્યું હતું કે, એમાં કોઇ બે મત નથી કે મેસ્સીએ મને એક ઉત્તમ ખેલાડી બનાવ્યો છે અને તેમની સાથે પણ આવું જ થયું છે. જ્યારે પણ હું કોઇ ટ્રોફી જીતું છું તો તેમને આ વાત ખૂંચતી હશે અને જ્યારે તેઓ જીતે છે તો મારી સાથે પણ આવું જ થાય છે. આ એક પ્રોફેશનલ સંબંધ છે કેમકે અમે ૧૫ વર્ષોથી એક જેવો જ સમય પસાર કરી રહ્યા છીએ.રોનાલ્ડોએ વધુમાં જણાવ્યું હતું કે, હું વાસ્તવામાં તેમના કરિયર અને તેમની ટીમની પ્રશંસા કરું છું. તેમણે મારા સ્પેન છોડવા અંગે નિરાશા વ્યક્ત કરી હતી. રોનાલ્ડો ગત વર્ષે સ્પેનની ક્લબ રિયાલ મેડ્રિડ છોડીને ઈટાલીની યુવેન્ટસ સાથે જોડાયો હતો.બાસ્કેટ બોલમાં માઇકલ જોર્ડનની પ્રતિસ્પર્ધા હતી. ફોર્મ્યૂલા વનમાં એયરટન સેના અને એલેન પ્રોસ્ટ વચ્ચે આવી જ સ્પર્ધા હતી. અમે કયારેય સાથે ભોજન લીધું નથી પરંતુ એવું નથી કે ભવિષ્યમાં પણ આવું નહીં થાય.