લોંસ એંજલ્સ,તા.૨૯
એક અમેરિકી મહિલાએ પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઉપર રેપનો આરોપ લગાવ્યો છે. મહિલા પ્રમાણે રોનાલ્ડોએ તેની સાથે વર્ષ ૨૦૦૯માં રેપ કર્યો હતો. જોકે, તાજેતરમાં મહિલાના નિવેદનને એક જર્મન મેગેઝીન (ડ્ઢીિ જીૈીખ્તીઙ્મ)એ છાપ્યું હતું. હવે રોનાલ્ડોના વકિલનું કહેવું છે કે, આ પાયા વિહોણા આરોપ છે. આવા પ્રકારે છાપવા માટે તેઓ મેગેઝીન ઉપર કેસ કરશે.
રોનાલ્ડો અત્યારના સમયે દુનિયાના સૌથી જાણિતા ખેલાડી છે. તેઓ પાંચ વખત પ્લેયર ઓફ ધ યર રહી ચુક્યા છે. આ વર્ષે તેમણે રિયાલ મેડ્રિડથી જુવેન્ટસમાં ૧૦૦ મિલિયન યુરોનો કરાર સાથે ટ્રાન્સફર લીધો છે. તેઓ તેઓ ઇટલીના આ ક્લબમાં મેગેઝિન દ્વારા છાપવામાં આવેલા સમાચારને લઇને પોતાનું નિવેદન આપવનો ઇન્કાર કર્યો છે.
મેગેઝિન પ્રમાણે આ રેપ ૨૦૦૯માં લાસ વેગાસની એક હોટલના રૂમમાં થયો હતો. મેગેઝિને આ નિવેદન કથિત પીડિત મહિલાના વકિલ તરફથીછાપવામાં આવ્યું છે. મેગેઝિનમાં આગળ જણાવવામાં આવ્યું છે કે, ત્યારબાદ માયોર્ગા અને રોનાલ્ડોએ કોર્ટની બહારના મુદ્દાને સુલઝાવ્યો છે. એના માટે રોનાલ્ડોએ તેને ઇં૩૭૫,૦૦૦ જેટલી માતબર રકમ આપી હતી. તેમણે વાયદો કર્યો હતો. કે તેઓ આ અંગે ફરી ક્યારે વાત નહીં કરે.
માયોર્ગાના વકીલે જણાવ્યું હતું કે, તેમણે એ કરાને ખતમ કરતા એ વાતને ખુલાસો કર્યો હતો કે સિવિલ ફરિયાદ દાખલ કરાવી છે. વકીલે જણાવ્યું કે, રોનાલ્ડો એ હરકતના કારણે મહિલાને ખુબ જ હાની પહોંચી છે. અમારું હેતું રોનાલ્ડોને એ હરકત માટે જવાબદાર ગણાવ્યો છે.