મોસ્કો,તા.૯
પોર્ટુગલની રાષ્ટ્રીય ટીમના કેપ્ટન અને સ્ટાર સ્ટ્રાઇકર પૈકી એક ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કહ્યુ છે કે સ્પેન, મોરક્કો અને ઇરાન સાથે એક ગ્રુપમાં રહેવાની બાબત પડકારરૂપ છે. ટીમની દાવેદારીને આ મજબુત ટીમો હોવાથી અત્યારથી જ કહી શકાય નહી. પરંતુ તેમ છતાં તેની ટીમના ખેલાડીઓને ઉંચા નૈતિક જુસ્સા સાથે મેદાનમાં ઉતરવાની ફરજ પડશે. રોનાલ્ડોએ સાફ શબ્દોમાં કહ્યુ છે કે તે ટીમ ખુબ મુશ્કેલ ગ્રુપમાં છે. તેનુ કહેવુ છે કે વર્લ્ડ કપ માટે દાવેદાર રહેલી ટીમોમાં તેમની ટીમ નથી પરંતુ મોટા ઉલટફેર કરી શકે છે. તેનુ કહેવુ છે કે કોઇ બાબત અશક્ય પણ નથી. પોર્ટુગલે બે વર્ષ પહેલા યુરોપિયન ચેમ્પિયનશીપ જીતી લીધી હતી. બુધવારના દિવસે પોર્ટુગલના પ્રમુખ માર્સેલો રેબેલો દે સોઉસાને ટીમ સાથે લિસ્બનમાં મળ્યા બાદ રોનાલ્ડોએ ટીમના ખેલાડીઓનો જુસ્સો વધારી દેવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. તેના ગ્રુપમાં સ્પેન જેવી સૌથી શક્તિશાળી ટીમો પૈકીની એક ટીમ છે. આવી સ્થિતીમાં સ્પેન સામેની મેચ તો તેમના માટે સૌથી પડકારરૂપ છે. સાથે સાથે મોરક્કોની ટીમ પણ ખુબ શક્તિશાળી ટીમ પૈકી એક ટીમ છે. આવી સ્થિતીમાં પોર્ટુગલ માટે રસ્તો ખુબ મુશ્કેલ છે. પાંચ વખત બાલોન ડી ઓર એવોર્ડ જીતી ચુકેલા રોનાલ્ડોએ કહ્યુ હતુ કે અમે ટ્રોફી જીતવા માટે દાવેદાર ટીમો પૈકી ચોક્કસપણે નથી. પરંતુ પોતાના સાથી ખેલાડીઓના મહત્વલકાંક્ષી સપનાની ગેરંટી આપી શકે છે. તમામ ખેલાડી હરિફ ટીમ સામે મોટી સમસ્યા ઉભી કરવા માટે તૈયાર છે. તેનુ કહેવુ છે કે ફુટબોલમાં કોઇ બાબત અશક્ય નથી. પોર્ટુગલની ટીમમાં કેટલાક ખેલાડી એવા છે જે વિશ્વ સ્તરના ખેલાડી છે અને જુદી જુદી ક્લબ તરફથી હાલમાં રમે છે.