અમદાવાદ,તા.ર૭
ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપે તેના ૩૪ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જો કે ઉમેદવારોની પસંદગીમાં રોષનો ભોગ બનવું ના પડે તે માટે સોમવારે મોડી રાત સુધી ભાજપે યાદી જાહેર કરી ન હતી. જયારે ફોર્મ ભરવાના ગણતરીના કલાકો પહેલા જ ભાજપે બાકી રહેલા ૩૪ ઉમેદવારોનું લીસ્ટ જાહેર કર્યું હતું જેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને ટિકિટ માટે પ્રબળ દાવેદારી કરનારા નરહરિ અમીન અને ભાજપના પ્રવકતા આઈ.કે. જાડેજાને પડતા મુકાયા હતા. તો ભાજપે સિધ્ધપુર બેઠક ઉપર જૂના જોગી જયનારાયણ વ્યાસને ઉતારયા છે. તો અસારવા બેઠક ઉપરથી સિટીંગ ધારાસભ્ય આ.રએમ. પટેલનું પત્તું કપાયું છે. આમ ૩૪ ઉમેદવારોની યાદીમાં ૧૩ ઉમેદવારોને રિપીટ જયારે ચાર ઉમેદવાર ઉમેદવારો એવા છે કે જેઓ ચૂંટણી હારેલા હોવા છતાં તેમને ટિકિટ અપાઈ છે. જયારે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ ચૂંટણી લડશે તેવી અટકણો વચ્ચે તેમની ઘાટલોડિયા બેઠક ઉપર આનંદીબહેનના જૂથના ભૂપેન્દ્ર પટેલને ટિકિટ અપાઈ છે. ત્યારે ઘાટલોડિયા બેઠક પૂરતો આનંદીબહેનનો હાથ ઉંચો રહ્યો છે.

કોણ કયાંથી લડશે ?
બેઠક ઉમેદવાર
પાલનપુર- લાલજી પ્રજાપતિ
ડીસા- શશીકાંત પંડ્યા
રાધનપુર- લવિંગજી ઠાકોર
સિદ્ધપુર- જયનારાયણ વ્યાસ
વિસનગર- ઋષિકેશ પટેલ
બેચરાજી- રજનીભાઇ પટેલ
બાયડ- અદેસિંહ માનસિંહ ચૌહાણ
ગાંધીનગર દક્ષિણ- શંભુજી ઠાકર
ગાંધીનગર ઉત્તર- અશોકભાઇ પટેલ
કલોલ- ડૉ. અતુલભાઇ પટેલ
વિરમગામ- ડૉ. તેજશ્રીબેન પટેલ
સાણંદ- કનુભાઇ કરમશીભાઈ મકવાણા
ઘાટલોડિયા- ભૂપેન્દ્ર પટેલ
વેજલપુર- કિશોર ચૌહાણ
એલિસબ્રિજ- રાકેશ શાહ
નારણપુરા કૌશિક પટેલ
બાપુનગર જગરૂપસિંહ રાજપુત
અમરાઇવાડી એચ.એસ. પટેલ
દરિયાપુર ભરત બારોટ
મણિનગર સુરેશ પટેલ
દાણીલીમડા જીતુ વાઘેલા
સાબરમતી અરવિંદ પટેલ
અસારવા પ્રદિપ પરમાર
બોરસદ રમણ સોલંકી
આણંદ યોગેશ પટેલ
પેટલાદ સી.ડી. પટેલ
મહુધા- ભારતસિંહ પરમાર
કપડવંજ કનુભાઇ ડાભી
લુણાવાડા જુવાનસિંહ ચૌહાણ
લીમખેડા શૈલેષ ભાભોર
વાઘોડીયા મધુ શ્રીવાસ્તવ
છોટાઉદેપુર જસુભાઇ રાઠવા
સયાજીગંજ જીતુભાઇ સુખડિયા
અકોટા સીમાબેન મોહિલે