ધંધુકા, તા.૫
ધંધુકા નગરપાલિકામાં ભાજપની નવી બોડીને ૪ માસ જેટલો સમય થઈ ગયો છતાં કોઈ વિકાસના કાર્યોર્ની શરૂઆત કરવામાં આવી નથી જ્યારે જૂના મંજૂર થયેલા કામોમાં પણ પાલિકા ચોમાસાની રાહ જોઈ રહી હોય તેવું લાગે છે. ધંધુકા ગામની પરિસ્થિતિ દિવસે દિવસે બગડતી જાય છે. એક બાજુ સરકાર સ્વચ્છતા અભિયાન ચલાવે છે ત્યારે બીજી બાજુ ગામમાં ગંદકી જ ગંદકી જોવા મળે છે. નવા સફાઈ કામદારોની ફક્ત વાતો જ કરવામાં આવે છે. નવા સફાઈ કામદારોની ભરતી પ્રક્રિયામાં પણ શાસકો ઉદાસિનતા દર્શાવે છે. ગામમાં ગટરો પણ વર્ષો જૂની હોય અને ભૂગર્ભ ગટર યોજના ફેલ જતા સમગ્ર ગામમાં ગટરલાઈન બનાવવાની ફક્ત વાતો જ કરવામાં આવે છે. હાલ સુધીમાં કોઈ પણ વિકાસના કામોમાં નક્કર પગલાં જોવા મળ્યા નથી.