પ્રવર્તમાન  રમઝાન મહિનો  મુસ્લિમો માટે સુખ અને દુઃખના રેપરમાં વીંટળાઈને આવ્યો છે ક્યાંક  આનંદ છે  તો કયાંક પીડા છે. આપણે દૂઆ કરીએ કે અલ્લાહ સુબ્હાનહુ વ ત’આલા દુનિયાભરના મુસ્લિમોનું શેતાની દિમાગોથી રક્ષણ કરે. આમીન. છતાં જોવાની ખૂબી એ છે કે તકલીફોની વચ્ચે પણ ઘણા દેશોના મુસ્લિમો માહે રમઝાનનો હક અદા કરવાની શક્ય તેટલી કોશિશ કરી રહ્યા છે. જે મુસ્લિમો શાંતિવાળા માહોલમાં છે તેઓ સુખેથી રમઝાનની ઈબાદત કરી રહ્યા છે અને જે લોકો તકલીફોમાં છે તે આ તકલીફોને બાજુએ રાખીને પણ ઈબાદત કરી રહ્યા છે. પ્રથમ તસવીરમાં દાયકાઓથી ઈઝરાયેલી અત્યાચારનો સામનો કરી રહેલા પેલેસ્ટીનીઓ પોતાના ઈમાનના જતન માટે કેવી કેવી તકલીફો ઉઠાવી રહ્યા છે એની એક ઝલક જોવા મળે છે. અલ-અક્સા મસ્જિદમાં નમાઝ પઢવા પર – દાખલ થવા પર જાતજાતના પ્રતિબંધો ઈઝરાયેલે લાદેલ છે પણ લાખોની સંખ્યામાં પેલેસ્ટીનીઓ આ મસ્જિદમાં ઈબાદત કરવા જાનના જોખમે તલપાપડ રહે છે જેમ કે તસવીરમાં દેખાય છે કે જેરૂસલેમની અલ-અક્સા મસ્જિદમાં રમઝાનના જુમ્માની નમાઝ પઢવા માટે પેલેસ્ટીનીઓ ઈઝરાયેલે દીવાલ પર કાંટાળા અવરોધ ઊભા કર્યા હતા ત્યારે આ રીતે દીવાલ પર ચઢીને મસ્જિદ સુધી પહોંચવાનો માર્ગ બનાવી રહ્યા છે. બીજી તસવીર પણ વર્તમાન રમઝાન માસની જ છે જેમાં ઈરાકના પશ્ચિમી મોસૂલ વિસ્તારમાં ૈંજીૈંજીના ઉગ્રવાદીઓ અને સૈનિકો વચ્ચે ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં બંધક બનાવાયેલા બાળકને સૈનિકોએ બચાવી લીધો હતો પરંતુ કોને ખબર કેટલા સમયથી આ બાળક ભૂખ્યો તરસ્યો હશે જેના કારણે તે મૃતઃપ્રાય અવસ્થામાં પહોંચી ગયો હતો ત્યારે તેને બચાવવા માટે સૈનિકો પાણી છાંટી રહ્યા છે અને તેના મ્હોંમાં પાણીના ટીપાં રેડી રહ્યા છે કે જેથી તેનો જીવ બચાવી શકાય.